જ્યારે DSP સમયના કાર્યકાળમાં અશોક યાદવે આદિવાસી ક્ષેત્રના લોકોની કફોડી સ્થિતિ જોઇ તેમણે શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવા માટે તેમને કન્યા તીર્થ નામની શાળાની સ્થાપના કરી હતી. આજે દાતાઓ અને અશોક યાદવના સહારે આ શાળા ચાલી રહી છે અને શાળામાં 1 થી 10 ધોરણ સુધીના વર્ગો ચાલી રહ્યા છે. જેમાં આશરે 350 જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે.
આ તમામ દીકરીઓનો ખર્ચ આજે પણ IG અશોક યાદવ ઉઠાવી રહ્યા છે. સરકારી કર્મચારીની આગવી કામગીરી કહો કે, પછી સરકારના શિક્ષણ જગત પર તમાચો. IG અશોક આજે પણ દીકરીઓને ભણાવે છે અને દીકરીઓ આજે તેમની લાગણીને પગલે તેમને ભાઈ માનીને રાખડી બાંધવા પહોંચી છે. અશોક યાદવ IG હોવાથી તેમની બદલીઓ થતી રહે છે, પરંતુ તેઓ જ્યાં ફરજ બજાવતા હોય છે, ત્યાં દીકરીઓ દર વર્ષે રાખડી બાંધવા માટે પહોંચી જાય છે.