ETV Bharat / state

સંશોધન શિક્ષકમાં હોય તો બાળકોમાં નવીનીકરણ આવે, ભાવનગરના શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષક કમલેશભાઈ ભટ્ટની પહેલ

ભાવનગર જિલ્લામાં 45 ઇનોવેટિવ શિક્ષકોમાંથી શ્રેષ્ઠ ત્રણ શિક્ષકો સામે આવ્યા છે. દક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે 45 ઇનોવેટિવ શિક્ષકોનો સેમિનાર યોજાયો હતો. જેમાના ત્રણ પૈકી એક ઇનોવેટીવ શિક્ષક કમલેશભાઈ ભટ્ટ સાથે વાતચીત કરી હતી.

સંશોધન શિક્ષકમાં હોય તો બાળકોમાં નવીનીકરણ આવે, ભાવનગરના શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષક કમલેશભાઈ ભટ્ટની પહેલ
સંશોધન શિક્ષકમાં હોય તો બાળકોમાં નવીનીકરણ આવે, ભાવનગરના શ્રેષ્ઠ ઇનોવેટિવ શિક્ષક કમલેશભાઈ ભટ્ટની પહેલ
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2023, 8:01 PM IST

ઇનોવેશન પાછળનો સાચો અર્થ

ભાવનગર : જિલ્લામાં આવેલી દરેક શાળાઓના શિક્ષકોમાંથી 45 શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા હતાં. ઇનોવેટિવ શિક્ષકોમાંથી પણ શ્રેષ્ઠ ત્રણ શિક્ષકો સેમિનારમાંથી સામે આવ્યા છે. આ ત્રણ પૈકી એક ઇનોવેટીવ શિક્ષક કમલેશભાઈ ભટ્ટ સાથે ઈટીવી ભારતે વાતચીત કરી હતી. કમલેશભાઈએ કરેલા સંશોધન અને એક શિક્ષક કેવો હોવો જોઈ તેની સમજણ તેમના કામ પરથી સામે આવી હતી.

શું હતું આયોજન : ભાવનગર જિલ્લાના શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા એક સેમિનારનું આયોજન ઇનોવેટિવ શિક્ષકોને પગલે કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ ઇનોવેશન કરનાર શિક્ષકની પસંદગી યોજાયેલા સેમિનાર બાદ થઈ હતી. જેમાં મહુવાના કળસાર ગામના ભટ્ટ કમલેશભાઈએ પસંદગી પામી છે. જો કે ત્યારબાદ પસંદ થયેલા ત્રણ શિક્ષકો ઝોન કક્ષાની શિક્ષણ તાલીમ ભવનના 2023 - 24 ફેસ્ટિવલમાં પસંદગી પામ્યા હતાં. ઇનોવેશન પાછળનો સાચો અર્થ શું હોય છે તે સમજવાની અહીંયા કોશિશ કરી છે. એક શિક્ષક પોતાની કળાને કઈ રીતે બાળકોના વિકાસમાં ઉપયોગ કરી શકે છે તે જાણીએ.

શિક્ષણ તાલીમ ભવન દ્વારા શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ એનાયત : ભાવનગર જિલ્લામાં શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા જિલ્લામાં 45 ઇનોવેટિવ કરનાર શિક્ષકોનો સેમિનાર યોજાયો હતો. ભાવનગર જિલ્લાના આંબલા ખાતે આવેલા દક્ષિણામૂર્તિ લોકશાળા ખાતે 45 ઇનોવેટિવ શિક્ષકોનો સેમિનાર યોજાયો હતો. વર્ષ 2023 અને 24 ના શિક્ષક માટેના સેમિનારમાં ત્રણ શિક્ષકોની પસંદગી અંતમાં થઈ હતી. જેમાં મણાર ગામના સોલંકી ભાવેશભાઈ ડી, ઉમરાળાના મેર પરેશભાઈ એસ અને કળસાર ગામના ભટ્ટ કમલેશભાઈની પસંદગી થવા પામી છે. કમલેશભાઈ અંતે ઝોન કક્ષાએ પણ પસંદગી પામ્યા હતાં.

આનંદદાયક શિક્ષણનો હેતુ
આનંદદાયક શિક્ષણનો હેતુ

કમલેશભાઈની શિક્ષણ સફર અને વિષય : ભાવનગર જિલ્લાના મહુવાના કળસાર ગામે છેલ્લા છ વર્ષથી કમલેશભાઈ ભટ્ટ શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે છેલ્લા ત્રણ વર્ષ પહેલા ઇનોવેટીવ શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. જો કે કમલેશભાઈ ભટ્ટે 2008માં શિક્ષણ જગતમાં નોકરી પ્રાપ્ત કર્યા બાદ બનાસકાંઠાના થરાદ તાલુકાના ભલાસરા ગામે ફરજ બજાવી હતી. ત્યારબાદ ફેર બદલીમાં તેમને મહુવાના કળસાર ગામે પોતાના વતન આવ્યા છે.કમલેશભાઈનો વિષય નિપુણ ભારત મિશન અંતર્ગત પ્રવૃત્તિમય અને આનંદદાયક શિક્ષણનો છે.

મહુવાના કળસાર ગામે છ વર્ષથી આવ્યો છું. ત્રણ વર્ષ દરમિયાન પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. શાળામાં પરિણામ સુધર્યું છે. પહેલા અક્ષર જ્ઞાનની ટકાવારી 13.79 ટકા હતી જે આજે 41.37 ટકા છે. જ્યારે અંકજ્ઞાનની 15.51 જેટલી ટકાવારી હતી ત્યાં આજે 44.82 ટકાવારી થઈ છે. વાંચન,ગણન અને લેખનમાં વિદ્યાર્થીઓ સિદ્ધિ કૌશલ્ય પ્રાપ્ત કરતા થયા છે. એકથી પાંચ ધોરણની તાલુકા કક્ષાની વાર્તા કથન સ્પર્ધામાં તેમના ધોરણ વર્ગ બેની જોળીયા માનસી સ્પર્ધામાં બીજો નંબર લાવી છે એ જ મારા માટે કામગીરીની સફળતા છે....કમલેશભાઈ ભટ્ટ ( ઇનોવેટિવ શિક્ષક, કળસાર ગામ, ભાવનગર)

બાળકોમાં શિક્ષણ સુધારનો વિચાર : મહુવાના કળસારમાં છેલ્લા છ વર્ષથી ફરજ બજાવતા કમલેશભાઈને ત્રણ વર્ષ પહેલા વિચાર આવ્યો હતો કે બાળકો તેમના ધોરણ વર્ગ એક અને બેમાં કંઈક કચાશ ધરાવે છે. તેમની સામે આવ્યું કે બાળકોને લખવામાં કોઈ કચાશ નથી પરંતુ અક્ષરને ઓળખવામાં કચાશ પડી રહી છે. આથી તેમને ઇનોવેટિવ કૃતિઓ બનાવવાની શરૂઆત કરી હતી. જો કે કમલેશભાઈ જણાવ્યું હતું કે બાળકોમાં જ્યારે પ્રવેશ સમયે પ્રતિકૂળતા નથી પણ શાળા પ્રત્યે ઉદાસીનતા રુચિ, સંકોચ અને ડર જોવા મળતો હતો. ઘરે વાલી દ્વારા ઘરે શૈક્ષણિક માર્ગદર્શનનો અભાવ હતો. પ્રવૃત્તિ શિક્ષણ માટે સાધન સામગ્રી ઓછી જોવા મળતી હતી. તેમનો મુખ્ય હેતુ બાળક શિક્ષણથી વંચિત ન રહે અક્ષર જ્ઞાન અને અંકના અંક જ્ઞાન એકમો હસતાં રમતાં શીખે તેનો છે. બાળકો શાળામાં પ્રફુલ્લિત મન સાથે શાળાએ આવે તેવા હેતુથી તેમણે ઇનોવેટિવ શિક્ષણનો પ્રારંભ કર્યો હતો.

  1. બનવું હતું શિક્ષક પરંતુ રાજકારણના રવાડે ચડી ગયો, પછી કોઈ હાજરીનું પણ ન પુછે....
  2. Gandhi Jayanti 2023 : રાજકોટના શિક્ષકે તૈયાર કરી વિશ્વની સૌથી સુક્ષ્મ ગાંધીજીની આત્મકથા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.