ETV Bharat / state

Dummy Scandal: ભાવનગર ડમીકાંડમાં વધુ પાંચ નવા આરોપી ઝડપાયા, એક આરોપીએ ડમી તરીકે 10 પરીક્ષાઓ આપી

ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી શાંત પડી ગયેલું ડમીકાંડ ફરી ધણધણી ઉઠ્યું છે. ભાવનગરમાં SIT તપાસમાં રિમાન્ડમાં રહેલા શરદ પનોત પાસેથી વધુ ત્રણ નામો સામે આવ્યા હતા. જ્યારે એક પ્રદીપ બારૈયાની પૂછતાછમાં વધુ એક નામ ખુલ્યું છે. આમ SIT મળીને ટીમ દ્વારા કુલ પાંચ જેટલા શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

Dummy Scandal:
Dummy Scandal:
author img

By

Published : Apr 24, 2023, 10:01 PM IST

Updated : Apr 25, 2023, 3:06 PM IST

વધુ પાંચ નવા આરોપી ઝડપાયા

ભાવનગર: જિલ્લામાં ડમીકાંડને પગલે છેલ્લા બે ત્રણ દિવસથી શાંત પડી ગયેલી કાર્યવાહી ફરી ક્યાંક સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. ભાવનગર SIT ટીમ દ્વારા વધુ પાંચ આરોપીની અટકાયત કરવામાં આવી છે. SITની ટીમે રિમાન્ડ ઉપર રહેલા શરદ પનોત અને પ્રદીપ બારૈયાની પૂછતાછમાં વધુ ચાર નામ ખોલવામાં સફળતા મેળવી છે.

આરોપીએ ડમી તરીકે 14 પરીક્ષાઓમાં આપી
આરોપીએ ડમી તરીકે 14 પરીક્ષાઓમાં આપી

એક આરોપી 10 પરીક્ષાઓમાં ડમી: પોલીસે ચાર શખ્સોને 24 તારીખના રોજ અટકાયત કરી છે. ત્યારે એક ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મુખ્ય ફરિયાદના આરોપી નંબર 23ને ઝડપી લેવામાં પણ સફળતા પ્રાપ્ત કરી છે. જો કે ડમીકાંડમાં 70થી 80 નામો હોવાની ચર્ચા વચ્ચે પોલીસ ડમીકાંડમાં ફરી કંઈક આગળ વધી રહી છે. ભાવનગર ડમીકાંડમાં સૌથી વધુ પરીક્ષા આપનાર મિલન બારૈયા બાદ બીજો એવો ડમી ઝડપાયો છે. જેણે 10 ડમી તરીકે પરીક્ષાઓ આપી છે. એક પરિક્ષાર્થીએ 7 પેપર આપ્યા છે. જ્યારે અન્ય બે પરીક્ષાર્થીને એક એક પેપર ડમી તરીકે પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો: Rajkot News : યુવરાજસિંહ જાડેજાના બચાવ માટે કરણી સેના મેદાને પડી, 26 એપ્રિલે આપશે આવો કાર્યક્રમ

કોણ છે પાંચ આરોપી: ભાવનગર SIT ટીમ મુખ્ય આરોપી શરદ પનોતના રિમાન્ડ મેળવ્યા બાદ હાલ પૂછતાછ કરી રહી છે. ત્યારે SITની ટીમ સામે શરત પનોતની પૂછતાછમાં ત્રણ નામ સામે આવ્યા છે. જ્યારે પ્રદીપની પૂછતાછમાં એક નામ સામે આવ્યું છે. હવે જોઈએ સામે આવેલા નવા પાંચ કોણ છે.

1. હસમુખ પુનાભાઈ ભટ્ટ: ઉંમર વર્ષ 27, તલાટી કમમંત્રી, કેરાળા ગામ, રહેવાસી રાળગોન ગામ, ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા 2022 હાર્દિક પંડ્યાના સ્થાને અને જયેશ કલ્યાણના સ્થાને ડમી તરીકે પરીક્ષા આપી, પુરાવા રૂપે પ્રદીપની કબૂલાત તથા પોતાની કબુલાત.

2. જયદીપ બાબુભાઈ ભેડા: ઉંમર વર્ષ 25, રહેવાસી ગઢડા તળાજા તાલુકો, ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આરોપી નંબર 23 જેને ડમી તરીકે કૌશિક મહાશંકર જાનીની જગ્યાએ 2022 માં MPHW ની પરીક્ષા આપી હતી. પુરાવામાં હોલ ટિકિટમાં છેડછાડ.

3. દેવાંગ યોગેશભાઈ રામાનુજ: ઉંમર વર્ષ 19, રહેવાસી વદોડ પાલીતાણા તાલુકો, આરોપી શરદની પૂછતાછમાં નામ બહાર આવ્યું, દેવાંગ અસલ ઉમેદવાર, ગ્રામ પંચાયતની પોતાની જગ્યાએ ડમી બેસાડ્યો હતો અને ઓળખપત્રમાં અને હોલ ટિકિટમાં ફોટાની છેડછાડ કરી હતી.

4. યુવરાજસિંહ જીતેન્દ્રસિંહ પરમાર: ઉસરડ ગામ સિહોર તાલુકો, શરદ પનોતની કબુલાતમાં બહાર આવ્યું નામ, પોતાની MPHW 2022 ની પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડ્યો, અસલ ઉમેદવાર અને હોલ ટિકિટમાં છેડછાડના પુરાવા છે.

આ પણ વાંચો: Dummy Candidate Scam : સુરતમાં આમ આદમી પાર્ટી યુવરાજસિંહના સમર્થનમાં મેદાને ઉતરી

5. હિરેન રવિશંકર જાની: ઉંમર વર્ષ 21, ગૌતમનગર ભાવનગરનો રહેવાસી, ભૂમિકા બે પ્રકારની છે પ્રથમ તેને ડમી તરીકે પરીક્ષાઓ આપી હતી, જેમાં ધોરણ 10 ગણિતની પરીક્ષા નિમ્બાર્ક નિકુંજની બોટાદ ખાતે ડમી તરીકે પરીક્ષા આપી હતી. ત્યારબાદ ધોરણ 12 નિર્મળ બોરીચાના સાત પેપર ડમી ઉમેદવાર તરીકે આપ્યા હતા. ત્યારબાદ ધોરણ 10 વિજ્ઞાન ગણિતની દીલાવર મેરની ડમી તરીકે પરીક્ષા આપી હતી. જ્યારે પોતાની પંચાયતની પરીક્ષામાં ડમીના બેસાડ્યો હતો, પુરાવા રૂપે શરદની કબૂલાત અને હોલ ટીકીટમાં છેડછાડ છે.

Last Updated : Apr 25, 2023, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.