ભાવનગરઃ વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનાં સંક્રમણને રોકવા માટે દેશના વડાપ્રધાન દ્વારા 21 દિવસ ભારત લોકડાઉન ક વામાં આવ્યું છે. જેથી અનેક લોકો જે પોતાના રોજગાર માટે એક શહેરથી બીજા શહેર અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વ્યવસાય કરી રોજગારી પ્રાપ્ત કરી રહ્યાં હતા. લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન પાછા ફરી રહ્યાં હતાં, પરંતુ સરકાર દ્વારા એના પર રોક લગાવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.
જિલ્લામાં પણ લોકડાઉનના સમય દરમિયાન એનકેન પ્રકારે લોકો પોતાના વતન પાછા ફરી રહ્યાં હતા. કુલ 3 લાખ જેટલા લોકો પરત પાછા ફર્યા છે. જેમાંથી 1 લાખ 70 હજાર લોકોને ટ્રેક કરીને તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ કાર્ય માટે તંત્ર દ્વારા ટીમ બનાવવામાં આવી હતી. જે ગેરકાયદેસર પ્રવેશેલા લોકોને પકડીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની સાથે તેમની મેડિકલ તપાસ કરાવવાની કામગીરી કરી રહી છે.
જિલ્લા પંચાત દ્વારા બે ટીમ દરેક ગામમાં બનાવવામાં આવેલી છે. જેમાં એક ટીમ એ ગામમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા તેમજ ગામમાં કોઈ વ્યક્તિને શરદી, તાવ, ઉધરસની બીમાર હોય તેવા વ્યક્તિઓને ચેક કરી સારવાર માટે ખસેડશે. તેમજ બીજી ટીમ ગામમાં ઘરે ઘરે જઈ ઘરમાં રહેલ સભ્યોની યાદી તૈયાર કરી અધિકારીઓ સુધી પહોંચાડશે. જો કે, અત્યાર સુધીમાં ગ્રામ્ય સ્તરે એક કેસ સિવાય બીજો કોઈ કેસ સામે આવ્યો નથી. તેમજ કોરોના વાઈરસ સંક્રમણને રોકવા માટે ગામલોકો તેમજ સરપંચોની પણ મદદ લેવામાં આવી રહી છે.