ETV Bharat / state

ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસની ગણતરીમાં તંત્ર દ્વારા ગોટાળો

author img

By

Published : Jul 10, 2020, 7:57 PM IST

ભાવનગરમાં શુક્રવારે તંત્ર દ્વારા 45 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હોવાની માહિતી આપવામાં આવી છે જેમાં 33 શહેરના કેસ અને જિલ્લાના 12 કેસ એમ બતાવવામાં આવ્યું છે. આમ કુલ 45 કેસ ઉપરાંત બીજા 26 કેસ પણ બતાવવામાં આવ્યા છે જેના માટે તંત્રએ ખુલાસો કર્યો છે કે આ અગાઉના કેસ છે જે ગણતરીમાં લેવામાં આવ્યા નથી. આ 26 કેસ મળી કુલ આંક 71 પર પહોંચે છે. આ કેસ કયા કારણોસર ગણાયા નહી તેમજ હિસાબ કેમ અપાયો નહિ તે અંગે તંત્ર પાસે જવાબ નથી. આથી આ કેસની માહિતી તંત્ર દ્વારા છુપાવવામાં આવી છે કે કેમ તેવા તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે.

ભાવનગરમાં કુલ કોરોના પોઝિટિવ કેસની ગણતરીમાં તંત્ર દ્વારા ગોટાળો

ભાવનગર: ભાવનગર શહેરમાં અનલોક 2નો પ્રારંભ થયા બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. શહેરમાં કેસનો આંકડો 519 પર પહોંચી ગયો છે. કોરોના હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ પણ ધીમેધીમે ભરાઇ રહ્યા છે.

દરરોજ વધતા કોરોના કેસને લઈને લોકોમાં ચિંતાનો માહોલ છે તેવામાં તંત્ર દ્વારા કોરોના કેસની ગણતરીને લઇને છબરડો ઉભો થયો છે. શુક્રવારે ભાવનગરમાં કુલ 45 કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા હતા જેમાં જિલ્લામાં 12 અને શહેરમાં 33 કેસ નોંધાયા હતા.પરંતુ તંત્ર દ્વારા વધારાના 26 કેસ પણ દર્શાવવામાં આવ્યા છે જે અંગે ખુલાસો માંગતા તંત્ર પાસે કોઈ જવાબ નથી. જ્યારે લોકોને તેમના ફોનમાં જે મેસેજ ગયા છે તેમાં કુલ આંક 71 દર્શાવવામાં આવ્યો છે.

વધારાના કેસ અંગે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગાઉ કોઈ કારણોસર ગણતરી રહી ગઇ હોય તેવા કેસની સંખ્યા 26 છે પરંતુ આ તમામ કેસ એક્ટિવ છે કે તેમાંથી કેટલા સ્વસ્થ થયા તે અંગેની કોઈ માહિતી આપવામાં આવી નથી. આમ તંત્ર દ્વારા આ 26 કેસનો કોઈ હિસાબ ન હોવાથી સાચી માહિતી છુપાવવાના આક્ષેપ થઇ રહ્યા છે.

ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓ કોરોના મુક્ત થયા છે. અત્યાર સુધીમાં ભાવનગરમાં 184 દર્દીઓ સ્વસ્થ થયા છે તો 13 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. તેમજ 309 જેટલા દર્દીઓ હજુ સારવાર લઈ રહ્યા છે .

ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે સાથે લોકોને સામાજિક અંતર રાખવા અને હાથ વારંવાર ધોવાની પણ સલાહો આપવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.