ETV Bharat / state

Bhavnagar Crime : જૈન તીર્થનગરીમાં તળેટી વિસ્તારની જમીન માલિકના પરિવાર પર હુમલો - Land attack in Palitana

ભાવનગરમાં એક પરિવાર પર આઠ અસામાજિક તત્વોએ છરી, લાકડી, ધોકા વડે હુમલો (Attack on family in Bhavnagar) કર્યા છે. પાલીતાણા જૈન તીર્થનગરીમાં તળેટી વિસ્તારની જમીન માલિકને જમીન ખાલી કરાવવા પરિવાર પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. (Palitana Jain Tirth Nagari land owner)

Bhavnagar Crime : જૈન તીર્થનગરીમાં તળેટી વિસ્તારની જમીન માલિકના પરિવાર પર હુમલો

author img

By

Published : Feb 4, 2023, 10:23 AM IST

ધમકી સાથે સંયુક્ત પરિવાર પર આઠ શખ્સોનો હુમલો

ભાવનગર : જિલ્લાનું જૈન તીર્થનગરી પાલીતાણામાં તળેટી વિસ્તારમાં આવેલી 9 વીઘા જમીન ઉપર જમીનના માલિક સંયુક્ત પરિવાર પર આઠ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ભોગબનનાર પરિવારના બે મહિલાઓ સહિત છ પુરુષો પર છરી અને લાકડીના ધોકા વડે હુમલો કર્યાનું જાણવા મળ્યું છે. ભોગ બનનાર ઈજાગ્રસ્ત થતાં ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનારે આઠ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : પાલીતાણા મુદ્દે સરકારે બનાવી ટાસ્ક ફોર્સ, સરકારની જાહેરાત પહેલા ETV Bharatએ રજૂ કર્યો'તો અહેવાલ

સંયુક્ત પરિવાર પર જમીન બાબતે હુમલો : ભાવનગર જિલ્લાના પાલીતાણાના તળેટીમાં ચેન્નઈ ધર્મશાળાની સામે આવેલી 9 વીઘાના માલિક જયસુખભાઈ સતી કુંવર અને તેમના ભાઈઓ છે, ત્યારે આ જમીન ઉપર માથાભારે શખ્સોનો ડોળો હોવાની અગાઉ પોલીસને અરજી આપેલા જયસુખભાઈ અને તેમના ભાઈઓ પત્ની અને બાળકો ઉપર 2 તારીખે રાત્રિના 11 કલાકે પથ્થરોના ઘા કરી છરી અને લાકડી વડે હુમલો થયો હતો. જેમાં જયસુખભાઈ અને તેના દીકરા જીગ્નેશભાઈને આંગળી પર છરી વાગી જતા ગંભીર ઇજાઓ થઈ હતી, ત્યારે ઘરના અન્ય સભ્યોને લાકડી વડે માર મારતા ફેકચર જેવી ઇજાઓ થતા ભાવનગર સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા.

આઠ શખ્સો સામે નોંધાઇ પોલીસ ફરિયાદ : સમગ્ર બનાવમાં જીગ્નેશ જયસુખભાઈ સતિકુવર જાતે પરાજય સોની પાલીતાણાવાળાએ પાલીતાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ચેન્નઈ ધર્મશાળા સામે તેમની 9 વીઘા જમીન સંયુક્ત પરિવારની છે. જેમાં તેમના બે કાકા એક ફઈબા અને બે ભાઈઓ મળીને 18 જાન્યુઆરીથી જમીનમાં રાત્રી સમયે ભોજન કરીને સમય વિતાવી અજાણ્યા શખ્સો ઘૂસી ન જાય તેની તકેદારી લઈ રહ્યા છે. ત્યારે 2 ફેબ્રુઆરીની રાત્રે 11 કલાકે માથાભારે શખ્સોએ પથ્થરોના ઘા કરી ઇજાઓ કરી હતી. બાદમાં છરી અને લાકડીના ધોકાઓથી સંયુક્ત પરિવારના સભ્યોને હુમલો કરી માર માર્યો હતો.

આ પણ વાંચો : પાલીતાણા શેત્રુંજી પર્વતની સુરક્ષા માટે નવી પોલીસ ચોકીનું નિર્માણ

આઠ શખ્સો સામે ફરિયાદ પાછળ કારણ : સમગ્ર બનાવવામાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં ચેન્નઈ ધર્મશાળા સામેની 9 વીઘા જમીન સર્વે નંબર 334 અને સર્વે નંબર 331 પર કબજો મેળવવા માટે પાલીતાણાના કાળુ બાથા મેર, માનવ મેર, અભી મેર, મેહુલે ઉર્ફે ખબરી, મેહુલ મેર, લાલો ઉર્ફ દાઢી ભરવાડ અને અજાણ્યા શખ્સે હુમલો કર્યો હતો. પરિવારના સભ્યોને માર મારીને જતા સમયે શખ્સોએ ધમકી આપી હતી કે આ જગ્યામાં ફરી આવશો તો ભડાકે દેશુ આમ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદમાં નોંધ કરાવાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.