ETV Bharat / state

દલિત મહિલા પર દીકરાની દાઝ રાખી માર માર્યા બાદ મોત, પરિવારની માગને પગલે દલિત નેતાઓ દોડી આવ્યા - બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

ભાવનગરમાં દલિત મહિલા પર હુમલો અને બાદમાં મોતના બનાવને લઇને પોલીસતંત્રમાં ભારે હલચલ મચી છે. દલિત મહિલાના મૃતદેહ સ્વીકારવાના ઇનકાર સાથે પરિવાર દ્વારા કેટલીક માંગો મૂકવામાં આવી છે. મૃતક મહિલાના પુત્ર પર પણ પહેલાં આરોપીઓ દ્વારા હુમલાની ઘટના બની હતી. ત્યારે રાજકીય આગેવાનો પણ મામલામાં પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

દલિત મહિલા પર દીકરાની દાઝ રાખી માર માર્યા બાદ મોત, પરિવારની માગને પગલે દલિત નેતાઓ દોડી આવ્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2023, 6:25 PM IST

Updated : Nov 27, 2023, 7:33 PM IST

મૃતદેહ સ્વીકારવા ઇનકાર

ભાવનગર: ભાવનગર શહેરમાં દલિત સમાજમાં થતા બનાવોને પગલે સમાજના આગેવાનો અને નેતાઓમાં રોષ છે, ત્યારે ભાવનગરના ફુલસરના 25 વારીયામાં રહેતા દલિત મહિલાના મૃત્યુને લઈને દલિત સમાજના આગેવાનો અને નેતાઓ સરકારની સામે અને સ્થાનિક તંત્ર સામે સવાલો ઊભા કરી રહ્યા છે. દલિત મહિલાના મૃત્યુને લઈને કેટલીક માંગો મુકવામાં આવેલી છે અને તેમના પરિવારને રક્ષા પુરી પાડવામાં આવે તેવી પણ માંગ કરાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પણ ચર્ચા થઈ હોવાનું સાંભળવા મળ્યું છે.

મૃતદેહ નહીં સ્વીકારે : ભાવનગર શહેરના ફુલસરના 25 વારીયામાં રહેતી દલિત મહિલા દુકાને ચીજવસ્તુ લેવા ગયા ત્યારે ચાર શખ્સોએ ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં તેઓ ઇજાગ્રસ્ત થતા ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર તેમનું મોત થયું. દલિત મહિલાના મોતને લઈને પરિવારે આરોપીઓને ઝડપે નહીં ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની જીદ પકડી લીધી છે. જો કે પોલીસે ગુનો નોંધી લીધા બાદ આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી દીધું છે અને સ્થાનિક દલિત નેતાઓ મેદાનમાં આવી ગયા છે. ગીતાબેનના મૃત્યુને લઈને પોલીસને આરોપીને ઝડપથી પકડી લેવા દબાણ થઈ રહ્યું છે. ત્યારે ડીવાયએસપી આર. આર. સિંઘલેે માહિતી આપી હતી.

બોરતળાવ પોલીસ સ્ટેશનનો બનાવ છે, જેમાં વસ્તુ લેવા ગયેલા બેનને તે દરમિયાન આ કામના ચાર આરોપી રોહન અને શૈલેષ અને અન્ય બે શખ્સોએ ફરિયાદી બેનને લોખંડના પાઇપ અને હથિયાર ધારણ કરી બંને પગના અને હાથના ભાગે ઇજાઓ કરી હતી. ફરિયાદી બેનને સર ટી હોસ્પિટલમાં દાખલ કરેલા હતાં. આ બેન એક્સપાયર થઈ ગયા છે અને આરોપી પકડવા ત્રણ ટીમની રચના કરી છે. જુદા જુદા વિસ્તારમાં કોમ્બિંગ કરી આરોપી હસ્તગત કરવામાં આવશે...આર. આર. સિંઘલ ( ડીવાયએસપી )

ક્યારે શું બન્યું : ભાવનગર શહેરના ફુલસરમાં 25 વરિયામાં રહેતા દલિત મહિલા પાસે 26 તારીખના રોજ તેમના પતિએ દુકાનેથી બીડી મંગાવી હતી. જેને પગલે તેઓ દુકાને બીડી લેવા ગયા હતાં. ત્યારે પરત ફરતી વખતે તે જ વિસ્તારમાં રહેતા શૈલેષ ધનજીભાઈ કોળી, રોહન શંભુભાઈ કોળી અને અન્ય બે શખ્સોએ લોખંડના પાઇપ અને હથિયાર વડે દલિત મહિલા ઉપર હુમલો કર્યો હતો. જેથી તેમને પગ અને હાથના ભાગે ફેકચર થયું હતું. જો કે ત્યારબાદ તેમને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું છે.

બહાર કચરો નાખવા આવી ત્યારે રાડો સાંભળી. જોઈ જતા મારા પપ્પાને બોલાવવા ગઈ હતી. આમ હું અને મારા પપ્પા બચાવવા જતા ચારેય શખ્સો અમને મારવા દોડ્યા હતાં. તેમાં શૈલેષ અને રોહન અને બીજાને હું નથી ઓળખતી...મૃતકની પુત્રી

દીકરાની દાઝ માતા પર ઉતારવામાં આવી હોવાનો આક્ષેપ: દલિત મહિલાને ગંભીર ઇજાઓ થતા તેમને ભાવનગરના સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે, ત્યારે પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગીતાબેનનો પુત્ર 25 વર્ષીય ગૌતમ જે સેન્ટીંગ કામની મજૂરી કરે છે, તેને ત્રણ વર્ષ પહેલાં શૈલેષ ધનજીભાઈ કોળી અને રોહન શંભુભાઈ કોળીને લઈને માથાકૂટ થઈ હતી. તેમાં ગૌતમને માર મારવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આથી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસ પાછો ખેંચી લેવા માટે વારંવાર ધમકાવવામાં આવતાં હતાં ત્યારે દલિત મહિલા ઉપર પણ કેસ પાછો ખેંચી લેવા બોલાચાલી કરીને હુમલો કરવામાં આવ્યો હતો.

  • गुजरात में एक और दलित हत्या और दलित अत्याचार के मुद्दे पर मुखरता से आगे बढ़ता गुजरात।

    कोविड के लॉकडाउन वक्त भावनगर ज़िले के युवक गौतम मारू पर असामाजिक तत्वों द्वारा जानलेवा हमला होता हैं। फिर हमले की एट्रोसिटी कानून के तहत पुलिस शिकायत होती हैं। अब जब मामला कोर्ट में बोर्ड पर… pic.twitter.com/RNWRygWHTf

    — Jignesh Mevani (@jigneshmevani80) November 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દલિત સમાજના નેતાઓ દોડી આવ્યાં : દલિત મહિલાના મોત બાદ હવે પરિવાર સાથે દલિત સમાજના આગેવાનો આવી ગયા છે. દલિત સમાજના આગેવાન મનહર રાઠોડે જણાવ્યું હતું કે વહેલી સવારે ચાર વાગ્યે દલિત મહિલાનું મૃત્યુ થયું છે. તેમને માર મારવામાં આવ્યો હતો. છાશવારે દલિત સમાજ ઉપર આ પ્રકારની ઘટના થાય છે. સમાજ વતી પીડિતોની માંગણી છે કે આરોપીને પહેલા પકડવામાં આવે એની સરભરા થાય. અગાઉ કેસ કરેલો એની દાઝ રાખી માર મારવામાં આવ્યો છે. હાલનો કેસ છે એમાં તાત્કાલિક બે મહિનામાં ચાર્જશીટ તૈયાર થાય અને ટ્રાયલ લેવામાં આવે અને સ્પેશિયલ પીપી આપવામાં આવે. પોલીસ દ્વારા પરિવારને રક્ષણ આપવામાં આવે. જો કે ગુજરાતના દલિત સમાજના નેતા જીગ્નેશ મેવાણીએ પણ ટ્વિટ કરીને સમગ્ર ઘટનાને લઇ રોષ ઠાલવ્યો છે.

મોરબીમાં દલિત યુવક સાથે થયેલા અત્યાચારના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, કલેક્ટરને આવેદન અપાયું

Jamnagar Court : જીવાપરમાં દલિત યુવકની હત્યા કેસના ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી જામનગર કોર્ટ

Last Updated : Nov 27, 2023, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.