ભાવનગર: ભાવનગરવાસીઓ માટે સારા સમાચાર છે. શેત્રુંજી ડેમમાં પાણીની વ્યવસ્થા હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. શહેરની 8 લાખની વસ્તી માટે પાણીની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી કરીને ઉનાળાના સમયમાં પાણીનો કોઈ મોટો પ્રશ્ન ઊભો ન થાય. મહાનગરપાલિકાએ એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જોઈએ એક ખાસ રીપોર્ટ.
ગરમીનો પ્રારંભ: આકરા ઉનાળાને પગલે ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પાણીની માંગ ગરમી શરૂ થતાની સાથે વધવા લાગે છે. ઉનાળાના ત્રણ માસ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જો કે મહાનગરપાલિકા કોઈ પણ કાપ વગર ઉનાળામાં પાણી પૂરું પાડવાની વાત કરી રહી છે. તો આખરે કયા સ્ત્રોત અને કેટલી વસ્તીથી લઈને કેટલું પાણી છે એની વિગત તંત્રએ વિગતવાર સમજાવી છે.
શેત્રુંજી નદી: આ નદી અમરેલી જિલ્લામાં ગીરની ટેકરીઓમાંથી ઉદ્દભવે છે અને પૂર્વ દિશામાં વહે છે. ભાવનગર, અમરેલીના ધારી ગળધરા, સંરભડા સહિના અનેક ગામડાઓમાંથી પ્રસાર થાય છે. શેત્રુંજી નદી ખંભાતના અખાતમાં અરબી સમુદ્રના વિલીનીકરણ સાથે સમાપ્ત થાય છે. શેત્રુંજી નદીની કુલ લંબાઈ 227 કિમી છે. આ નદી કોઇ પણ દુષ્કાળમાં સુકાઈ નથી. જે જે વિસ્તારમાંથી પસાર થાય છે તે વિસ્તારને પાણી મળી રહે તેટલું પાણી દર વર્ષના હોય છે.
માંગ વધી ગઈ: ભાવનગર મહાનગરપાલિકામાં પાંચ નવા ગામો ભેળવવામાં આવ્યા હતા. નવાગામ ઉમેરાવાના કારણે વસ્તીમાં વધારો થયો અને કુલ વસ્તી શહેરની આઠ લાખે પહોંચી ગઈ હતી. મતલબ સીધો છે કે લોકોની સંખ્યા વધે તો પ્રાથમિક જરૂરિયાત વધે છે. ઉનાળાના આકરા સમયમાં વધેલી વસ્તીમાં ભાવનગર મહાનગરપાલિકા 170 MLD પાણી રોજનું વિતરણ કરે છે. ત્યારે મહાનગરપાલિકા આગામી ઉનાળાના સમય માટે માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. રોજનું 45 મિનિટ પાણી કોઈ પણ કાપ વગર હાલમાં આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો Bhavnagar Crime : હાઈવે પર ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતી મધ્યપ્રદેશની ગેંગની કળા ખુલી પડી
પરિસ્થિતિ પાણીની: ભાવનગર શહેરને પાણી પૂરું પાડતો શેત્રુંજય ડેમ,બોરતળાવ અને ખોડિયાર ડેમ છે. સિંચાઈ વિભાગના અધિકારી એ એમ બાલધીયાએ જણાવ્યું હતું કે, શેત્રુંજી ડેમ 56 ટકા ભરેલો છે. મહાનગરપાલિકા,ગારીયાધાર અને પાલીતાણાને વર્ષ દરમ્યાન 2200 MCFT પાણીની જરૂરિયાત રહેતી હોય છે. એટલે કહી શકાય કે ઉનાળામાં 900 MCFT પાણી મહાનગરપાલિકાને છ મહિના માટે જરૂરિયાત હોઈ છે.
પાણી નથી: શેત્રુંજી ડેમમાં 6851 mcft પાણી છે. 2200 MCFT પાણી રિઝર્વ રાખવામાં આવતું હોય છે. જે એક વર્ષ દરમિયાન જેટલું પાણી હોય છે. આ સાથે જિલ્લામાં 13 ડેમો પૈકી શેત્રુંજી,ખારો, માલણ, બગડ, રોજકી, રંઘોળા જેવા ડેમો 40 ટકા થી લઈને 60 ટકા વચ્ચે ભરેલા છે. જ્યારે પાંચ ડેમો રજાવળ, લાખણકા,હણોલ, ઢીંગલી અને જસપરા માંડવામાં પાણી નથી.
કમિશનરની વાત: ભાવનગર મહાનગરપાલિકાને આઠ લાખની વસ્તી સામે માથાદીઠ હાલમાં 500 થી 900 લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. 1.55 હજાર નલ કનેક્શન શહેરમાં છે. ભાવનગરમાં પાણી માટે શેત્રુંજી ડેમમાંથી 90 MLD તેમજ નર્મદાનું અંદાજે 70 MLD અને બોરતળાવમાંથી 20 થી 25 MLD મળીને કુલ 170 MLD પાણી મેળવવામાં આવી રહ્યું છે. વધુ પાણી માટે નર્મદાના પાણીમાં 7 થી 8 MLD પાણી રોજનું મળી શકે તેમ છે. એટલે કોઈ સમસ્યા ઉનાળામાં તેમજ આગળના મહિનાઓમાં ઉભી થાય તેમ નથી. રોજ સમયસર પાણી આપવામાં આવી રહ્યું છે--મહાનગરપાલિકાના કમિશનર એન વી ઉપાધ્યાય
200 જેટલા વિતરણ: ભાવનગર શહેરમાં રોજ ટેન્કર પણ પૂરા પાડવામાં આવે છે. ત્યારે કમિશનર એન વી ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકામાં મહિને 200 જેટલા ટેન્કરો અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાત પ્રમાણે મોકલવામાં આવી રહ્યા છે. પરંતુ આ ટેન્કરો લગ્ન પ્રસંગે આપવામાં આવતા હોય છે. તેમજ કોઈ પણ સ્થળે કોઈ ટેકનીકલ ખામી હોય તો તેના કારણે એ વિસ્તારમાં ટેન્કરથી પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. આમ શહેરમાં એવી પાણીની કોઈ સમસ્યા નથી કે પાણી વગર લોકોને હાલાકી પડે. મહાનગરપાલિકા ઉનાળાને લઈને પાણી બાબતે સજ્જ છે.