ભાવનગર શહેરમાં દારૂના થઈ રહેલા વેચાણને પગલે વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસને મુદ્દો મળી ગયો છે. કોંગ્રેસે મનપાના ડેપ્યુટી મેયરે ડીએસપીને દારૂ જાહેરમાં વેચાતો હોવાના પત્ર લખ્યો છે. જેને હાથો બનાવી કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસે ધરણાંયોજવાની કોશિશ કરતા પોલીસે 35 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસએ કોંગ્રેસીઓની ટીંગટોળી કરીને બસમાં પૂર્યા હતા. તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા તેમજ મનપાના વિપક્ષના નેતા જયદીપસિંહ સહિત કોંગ્રેસીઓ વિરોધમાં જોડાયા હતા. જો કે, 2-4 લોકોને આવેદન આપવાની મંજૂરી આપ્યા બાદ તળાજાના ધારાસભ્ય કનુભાઈએ સીએમ અને જીતુભાઇ વાઘાણીના રાજીનામાની માંગ કરી હતી.