ETV Bharat / state

Bhavnagar Commissioner Action : મોર્નિંગ વોકમાં નીકળેલા કમિશનરે જગાવી ચર્ચા, દસકા બાદ સાંઢિયાવાડમાં મેગા ડીમોલિશન - ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવ ઝુંબેશ

ભાવનગર શહેરના સાંઢિયાવાડમાં ડીમોલેશન (Mega Demolition in Sandhiyavad ) ટોક ઓફ ધ ટાઉન બની ગયું હતું. મોર્નિંગ વોકમાં નીકળેલા કમિશનરે સવારથી ક્રેઇન જેસીબી ટ્રકો અને ટ્રેક્ટરો મંગાવીને ધડાધડ દબાણો હટાવડાવ્યા હતાં. સાંઢિયાવાડમાં એક દસકા બાદ આવી મેગા ડીમોલિશન કામગીરી જોઇ નગરજનો આશ્ચર્યમાં મૂકાયાં હતાં.

Bhavnagar Commissioner Action : મોર્નિંગ વોકમાં નીકળેલા કમિશનરે જગાવી ચર્ચા, દસકા બાદ સાંઢિયાવાડમાં મેગા ડીમોલિશન

author img

By

Published : Jan 23, 2023, 7:04 PM IST

ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ બંદોબસ્ત વગર સાંઢિયાવાડમાં ડીમોલિશન

ભાવનગર ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વખત પોલીસ બંદોબસ્ત વગર સાંઢિયાવાડ જેવા વિસ્તારમાં એક દસકા પછી ભાવનગર મહાનગરપાલિકા દબાણ હટાવ ઝુંબેશ મોટાપાયે થયેલી જોવા મળી હતી. ભાવનગર શહેર કમિશનર સવારે વોકિંગમાં નીકળ્યાં હતાં અને લઘુમતી સમાજના સાંઢિયાવાડ વિસ્તારમાં ખુરશી નાખીને બપોર સુધી બેસીને અધધધ દબાણો હટાવ્યા હતાં.

દસકા બાદ સાંઢિયાવાડમાં મેગા ડીમોલિશન : ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી કમિશનર વહેલી સવારમાં કોઈપણ એક વિસ્તારમાં વોકિંગમાં નીકળે છે. વોકિંગ દરમિયાન રસ્તા ઉપરની સફાઈ દબાણો અને રસ્તાઓ દરેક પ્રકારનું નિરીક્ષણ કરે છે. જે વિસ્તારમાં વોકિંગમાં હોય ત્યાં દબાણ, રસ્તા, સાફસફાઈનો પ્રશ્ન નજરે પડે એટલે સવારે 5, 6, 7 કોઈપણ કલાકે અધિકારીઓને એક કોલ કરીને બોલાવે છે અને સમગ્ર તંત્રને કામે લગાવે છે. આવું જ કાંઈક સાંઢિયાવાડમાં જોવા મળ્યું હતું. 10 વર્ષ પછી મુસ્લિમ વસ્તી ધરાવતા સાંધિયાવાડ વિસ્તારમાં દબાણ હટાવનું કામ થયું છે. કમિશનર પહોંચ્યા અને બાદમાં દરેક વિભાગોને સ્થળ ઉપર પહોંચીને કામે લગાવી દબાણ હટાવ્યા હતાં. જો કે સાંઢિયાવાડ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વગર કયારેય દબાણ હટાવવા ન જતી મહાનગરપાલિકા આજે કમિશનરની હાજરીમાં વગર પોલીસે કામે લાગી હતી. બપોર સુધી દરેક વિભાગે કાર્યવાહી કરવી પડી હતી.

આ પણ વાંચો "ભાવનગરમાં ગુણવત્તાભરી સફાઈ નથી થતી" અધિકારીના નિવેદનથી રોષ

શું હટાવાયું : સાંઢિયાવાડના આજે હટાવાયેલાં દબાણો કેટલા સમયથી હતા તે ખ્યાલ નથી. પણ આજ વહેલી સવારથી દબાણ હટાવવાનું શરૂ કરાયું હતું. જે દબાણ હટાવાયાં તેમાં લારીઓ હતી, રેકડી હતી, ઓટલા હતાં એ બધું હટાવ્યું છે અને હજુ ચાલુ છે. કોઈ તફાવત લાગ્યો નથી. કારણ કે આ દબાણ સમયાંતરે થતા રહેતા હોય છે અને તેને હટાવીએ છીએ.

સ્થળ પર પહોંચીને કામે લાગ્યા વિભાગ : ભાવનગર શહેર કમિશનર એન વી ઉપાધ્યાય સવારે એકલા સાંઢિયાવાડના મુખ્ય ચોકમાં પહોંચ્યા હતા. ગંદકી અને દબાણ જોઈને ધડાધડ એક્શન લેવામાં આવી હતી.તેમણેે ફાયર વિભાગ, જીઈબી વિભાગ, એસ્ટેટ વિભાગ તેમજ સોલીડ વેસ્ટ વિભાગ બોલાવીને દબાણ, સાફ-સફાઈના કાર્યો હાથ ઉપર લીધા હતાં. આસપાસના દબાણકર્તાઓની અનેક રજૂઆત બાદ પણ કમિશનર ટસના મશ થયા નહીં. દબાણ હટાવ કામગીરી ચાલી ત્યાં સુધી અધિકારીઓને સાથે રાખી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા અને સાફસફાઈ કરવામાં આવી હતી.

આ પણ વાંચો One Week One Road Drive in Rajkot : રાજકોટમાં વન વીક વન રોડ ઝૂંબેશ હેઠળ આ શું થઇ રહ્યું છે જાણો

કેટલા દબાણ હટાવ્યા કેટલો સ્ટાફ અને ક્યાં સાધનો અને જપ્તી : સાંઢિયાવાડમાં કોઈ સુરક્ષા વગર કમિશનર એકલા પહોચ્યા બાદ બધા વિભાગના અધિકારી આવી પહોંચ્યા હતાં. જીઈબી મારફત રસ્તામાં ખડકેલી દુકાનોમાં કનેક્શન કપાવીને દબાણ સેલ મારફત જપ્ત કરી હતી. રસ્તામાં બહાર અસ્થાયી ઓટલા બનાવેલા તોડી પડાયા હતાં. લારીઓ,ટેબલો જેવા અનેક સામાનો જપ્ત કરવામાં આવ્યા હતાં. સાંઢિયાવાડમાં મેગા ડીમોલેશન લોકમુખે ચર્ચામાં આવી ગયું હતું. દબાણ હટાવવા માટે 2 જેસીબી, 1 ક્રેઇન, 5 ટ્રક , 7 ટ્રેકટર અને 30થી 35 લોકોનો મહાનગરપાલિકાનો સ્ટાફ કામે લાગ્યો હતો. દબાણમાં 30 કેબીનો, 10 પરચુરણ ટેબલ, કાઉન્ટર જેવી ચીઝો અને 45 અસ્થાયી બહાર બનાવેલા ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતાં. બાર્ટન લાઈબ્રેરીથી સાંઢિયાવાડ ચોક અને ત્યાંથી સંચિત નિવાસ સુધી દબાણો હટાવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.