ભાવનગરઃ નાના અને મધ્યમવર્ગના લોકો તેમજ વ્યાપારીઓ દ્વારા ડિજિટલ પેમેન્ટ મોટપાયે કરવામાં આવી રહ્યું છે. કરિયાણાની દુકાનો હોય, ફ્રુટવાળા હોય કે પછી ઈલેક્ટ્રીકની કે પછી અન્ય કોઈ દુકાન હોય ડિજિટલ પેમેન્ટ લેતા થયા છે. પાંચ રૂપિયાથી લઈને 50,000 જેવી રકમ અને તેનાથી પણ ઉપરની રકમ લેતી દેતી ડિજિટલ યુગમાં થઈ રહી છે. લોકો ડિજિટલ પૈસાને લેતી દેતીને ધીરે ધીરે સ્વીકારતા થયા છે. ત્યારે હવે ક્યાંક ગ્રહણ લાગવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. જેને લઈને ભાવનગરના વેપારી સંગઠને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહત્ત્વની રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃ HAPPY BIRTHDAY BHAVNAGAR: ભાવનગરના 300 વર્ષ પૂરા, જોરદાર સેલિબ્રેશન થયું
ચેમ્બર ઓફ કોમર્સનો મતઃ આગામી દિવસોમાં પૈસાની લેતી દેતી કરતી એપ્લિકેશનમાં પણ પૈસાની લેતીદેતિને લઈને ચાર્જ લાગવાની શક્યતાઓ વધી ગઈ છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપ કામાણીએ જણાવ્યું હતું કે, ડિજિટલનો ઉપયોગ પૈસાની લેતી દેતી માટે એપ્લિકેશનનો મારફત સામાન્ય વ્યક્તિ કરતી થઈ છે. હવે સાંભળવા મળ્યા મુજબ આ એપ્લિકેશનનોમાં ચાર્જ લગાવવામાં આવશે તો વડાપ્રધાનના ડિજિટલ ભારત બનાવવાના સ્વપ્નને મોટી બ્રેક લાગી શકે એમ છે.
આ પણ વાંચોઃ Bhavnagar News : ભાવનગરમાં લગ્ન મંડપમાં દુલ્હનને હાર્ટ એટેક
સંપૂર્ણ ડિજિટલ નથી ભાવનગરઃ ભાવનગર શહેરમાં વાત કરવામાં આવે તો, હજુ પણ કેટલાક નાના વ્યાપારીઓ ડિજિટલ પેમેન્ટની બાબતે દુરી રાખવાનું પસંદ કરે છે. પૈસાની લેતી દેતી ડિજિટલમાં કરવાને કારણે કેટલાક નાના વ્યાપારીઓને પોતાનું ટ્રાન્જેક્શન મોટું દેખાવાના હોવાનો ડર સતાવી રહ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું હતું કે, ડિજિટલ પૈસાની લેતીદેતીથી વ્યાપારીઓને કોઈ મુશ્કેલી થવાની નથી. જે તેમના ઉપર ભાર છે અને તેમનો સમય પૈસાની લેતીદેતીથી લઈને તેને સાચવવા સુધીની સમસ્યા છે. તે દૂર થાય છે આથી ડરવું ન જોઈએ. પણ ભાવનગરમાં સંપૂર્ણ રીતે ડિજિટલ પેમેન્ટની વાત પુરવાર થઈ નથી.