ભાવનગર : ભાવનગર જિલ્લાના હાથબ ગામે દરિયામાં પલટી ગયેલી બોટ દરીયામાં તરી રહી છે. બોટની જાણ થતાં મરીન પોલીસ તપાસમાં લાગી છે. ભાવનગર બંદર મરીન અને અલંગ મરીન પોલીસ બંને તપાસી રહ્યા છે. આખરે બોટ છે તો માછીમારો ક્યાં ગયાં. જો કે હજુ સુધી એક પણનો પત્તો લાગ્યો નથી. તપાસના અંતે સત્ય બહાર આવશે.
બોટ ઊંઘી વળી હોવાની પ્રાથમિક હકીકત : ભાવનગર જિલ્લાના હાથબ ગામથી દરિયામાં ઉંધી પડેલી બોટને લઈને મળેલી માહિતી મુજબ મરીન પોલીસ તપાસમાં નીકળી હતી. સમગ્ર ઘટના ગઈકાલે માવઠા અને વાઝડી જેવા વાતાવરણ વચ્ચે સર્જાઇ હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે. જો કે ઉંધી વળેલી બોટ ઘટનાની સાક્ષી પુરાવતી હોય ત્યારે અલગ અલગ પ્રકારની વાતો વહેતી થઈ છે.
આ પણ વાંચો મોટી સિંઘોડી દરિયા કિનારેથી વધુ એક શંકાસ્પદ કેફી દ્રવ્યનું પેકેટ મળી આવ્યું
બનાવને પગલે માછીમારો ક્યાં ગયાંની ચર્ચા : ભાવનગર જિલ્લામાં એક સો કિલોમીટરથી વધારે દરિયાકાંઠો આવેલો છે. ત્યારે બોટ ઊંઘી પડવા મામલે દરિયાઈ પટ્ટી પર અલગ અલગ વાતો ચર્ચાઈ રહી છે. જેમાં માછીમારો ભરૂચ તરફ માછીમારી કરવા ગયા હોય ત્યારે ફરતા ઘટના ઘટી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે ઘણી વાતોમાં માછીમારો ભરૂચથી પરત આવતા સમયે બગડેલા વાતાવરણનો ભોગ બન્યા હોવાનું ચર્ચામાં છે.
મરીન પોલીસની તપાસમાં શું આવ્યું સામે : હાથબના દરિયામાં ઉંધી વળેલી બોટને પગલે કોઈના મુખે માછીમારો ઘોઘાના તો કોઈના મુખે સરતાનપર ગામના હોવાનું સંભળાઈ રહ્યું છે. તેવામાં અલગ મરીન પોલીસના પીઆઈ એ સી ડામોરે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મળેલી સૂચના મુજબ હાથબ ગામથી દરિયામાં ઉંધી વળેલી બોટ મળી આવી છે. પરંતુ આ બોટ ક્યાંની છે અને કોની છે તેની તપાસ હજી ચાલુ છે. ગઈકાલે કેટલાક માછીમારો બોટ સુધી ગયા હતા પણ કોઈ મળ્યું નોહતું. જો કે કોઈ માછીમાર હતા કે કેમ ? તેમજ વાઝડી જેવા વાતાવરણમાં દરિયામાં ફસાઈ જવાથી ગુમ થયા હોય તેવો કોઈ ચોક્કસ આધાર કે પુરાવા મળ્યા નથી. જો કે આ ઘટના ગઈ કાલની હોવાનું સામે આવ્યું છે. અને આવતીકાલે સવારમાં વધુ તપાસ હાથ ધર્યા બાદ સમગ્ર ઘટના વિશે કહી શકાશે. જો કે બોટ ઊંઘી પડેલી છે અને કોની છે તે બધું તપાસમાં ખુલશે.
સુત્રોમાંથી નામ બહાર આવ્યા પણ પુષ્ટિ નહીં : બોટ પલટી જવા મામલે સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ તળાજાના સરતાનપર બંદર પરથી માછીમારી કરવા ગયેલા બે માછીમારો બોટ સાથે ગુમ થયા હતા. જેમાં ડાયાભાઈ બારૈયા અને તેમની સાથે એક ખલાસી ફિશિંગ બોટ લઈને એક દિવસ પહેલા ગયા હતા. જો કે મળી રહેલ વિગતો મુજબ તેમનો સંપર્ક ગઈકાલે ભરૂચનાં દરિયામાં હતા તે સમયે થયો હતો. ત્યારબાદ બંને ગુમ છે. GJ16MNM-208 નંબરની બોટ લઈને માછીમારી કરવા માછીમારી માટે ગયા હતા. હાલ અલંગ મરીન પોલીસની તપાસ વચ્ચે સાથે જ રાજ્યના અન્ય બંદર પર પણ સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. જો કે અલંગ મરીન પોલીસે ઘટનાને સમર્થન આપ્યું છે અને વધુ સત્તાવાર માહિતી તપાસ બાદ સામે આવશે.