ભાવનગર : કોરોના મહામારીને પગલે બંધ કરવામાં આવેલા મંદિરોને સરકારના આદેશ અનુસાર 8 જૂથી ખોલવા અંગે મંજૂરી આપી દેવામાં આવી છે.જેને લઈ ભાવનગર જિલ્લાના બજરંગ ધામ બગદાણા ખાતે આ બાબતે ટ્રસ્ટી મંડળની એક મીટિંગ યોજાઈ હતી.
જેમાં સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો છે. કે બગદાણા ખાતે રોજના હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપાના દર્શનાર્થે આવતા હોય છે.તેમજ ખાસ દિવસોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યા હોય છે. જે સ્થિતિ માં હાલ કોરોના અંગે નીયમોનું પાલન કરાવવું અને એ ખાસ વ્યવસ્થા જાળવવી અધરી છે.
જેના કારણે મંદિર હજી ન ખોલવા અને 5 જુલાઇ એટલે કે ગુરુપૂર્ણિમાની પણ ઉજવણી બગદાણા ખાતે રદ કરવાનો નિર્ણય કરાવામાં આવ્યો છે.જ્યારે ટ્રસ્ટી મંડળ દ્વારા આવનારા સમયમાં ફરી મિટિંગ યોજી બાપાના દર્શન લોકો માટે ક્યારે ખુલ્લા મુકવા તેનો નિર્ણય કરી તમામને જાણ કરવામાં આવશે.