ભાવનગર: ભાવનગરના અંલગ વિશ્વભરમાં જહાજ તોડવાના સ્થળ તરીકે ઓળખાય છે. એશીયાનું સૌથી મોટુ જહાજ ભાંગવાનુ સ્થળ અહિંયા છે. જ્યાં દરેક જાતનાં નાનાં-મોટાં જહાજો ભાંગીને દરેક ભાગ અલગ કરવામાં આવે છે. ત્યારે એક વર્ષથી પડતર રહેલા જહાજ અને હથિયારોની હેરાફેરીમાં સંડોવાયેલુ હોવાની ચર્ચા વચ્ચે અલંગમાં ખરીદી થતા દેશની સરકારની ટોચની એજન્સીઓની નજરમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ 183 મીટર લાંબુ જહાજ 16 નમ્બરના પ્લોટના માલિકે ખરીદ્યું છે. જો કે હાલમાં જાણ પ્રાથમિક સરકારની એક માત્ર એજન્સીને છે.
એજન્સીઓ પણ સતર્ક: એશિયાના સૌથી મોટા અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં વિવાદાસ્પદ જહાજની ખરીદી થઈ હોવાનું બહાર આવી રહ્યું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોએ અગસ્તા 2 જહાજને સ્વીકાર ન કરીને જતુ કર્યું હતું. ત્યારે ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં ખરીદી થતા ચર્ચા જાગી છે. આ તમામ ચર્ચા વચ્ચે જહાજને લઈને કેન્દ્રની એજન્સીઓ પણ સતર્ક બની ગઈ હોવાનું અનુમાન છે.
અગસ્તા ટુ નામના જહાજની ખરીદી: ભાવનગર જિલ્લાના અલંગના ખાતે પ્લોટ નંબર 16 ના માલિક દ્વારા અગસ્તા ટુ નામના જહાજને ખરીદી કરી છે. આ ખરીદી ફોનિક્સ મરીનના એજન્ટ નરેશ કોઠારી મારફત કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. જો કે આ જહાજ અગાઉ હથિયારની હેરાફેરીમાં વિવાદમાં રહ્યું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે ભાવનગર જિલ્લામાં અલંગ ખાતે આ જહાજ દરિયામાં બહાર પાણીએ આવી પહોંચ્યું હોવાની ચર્ચા છે. જો કે વિવાદાસ્પદ જહાજ અલંગમાં આવતા અને અટકળો શરૂ થઈ છે.
જહાજની જાણ: અગસ્તા ટુ જહાજને લઈને ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારી રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે એક દિવસ પૂર્વે હાલ તેમને એજન્ટ નરેશ કોઠારી તરફથી જહાજની જાણ કરવામાં આવી છે. જો કે હજુ સુધી દરિયા કિનારે પ્લોટમાં આ જહાજ લગાડવામાં આવ્યું નથી. તેનાથી વધુ માહિતી તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતું. જો કે ફોનિક્સ મરીનના નરેશ કોઠારી સાથે વાતચીત કરતા તેમને ટેલીફોનિક જણાવ્યું હતું કે તેમની તબિયત સારી નહીં હોવાથી તેઓ હોસ્પિટલમાં હાલ સારવાર માટે આવ્યા છે. વધુ માહિતી પોતાના માણસો મારફત જાણીને જણાવશે.
હથિયારોની હેરાફેરી: અગસ્તા ટુ ખરેખર વિવાદાસ્પદ અને કેન્દ્રની એજન્સીની નજર અગસ્તા ટુ જહાજ હથિયારોની હેરાફેરીમાં ચર્ચામાં હોવાને કારણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા જહાજવાડામાં પણ તેનો સ્વીકાર નહીં થયો હોવાની ચર્ચા જાગી છે. ત્યારે સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કસ્ટમ સહિતની અન્ય એજન્સીઓ અગસ્તા ટુ જહાજને લઈને નજર રાખી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હજુ અગસ્તા જહાજ દરિયાકાંઠે લગાડવામાં આવ્યું નથી. પરંતુ આવ્યા બાદ જહાજને સંપૂર્ણ તપાસ થાય તેમ ચર્ચા છે.