ETV Bharat / state

Bhavnagar Agriculture : ભાવનગરમાં સવા ચાર લાખ હેક્ટરમાં વાવેતર, ખેડૂતોને કયા પાકમાં સૌથી વધુ ભાવની અપેક્ષા જૂઓ - બાજરી

2022/ 23 માં ભાવનગર જિલ્લામાં પાક વાવેતર થયાં હતાં, તેમાંથી આ વર્ષમાં કયા પાકો ઘટ્યા અને ક્યાં વધ્યા તેના આંકડા જોતાં કપાસનું વાવેતર વધ્યું હોવાનું સામે આવ્યું છે. સાથે ગત વર્ષના ભાવો સાથે ચાલુ વર્ષે કેવા ભાવ રહેવાની શક્યતાઓ વિશે વેપારીના મત શું છે તે જાણીએ.

Bhavnagar Agriculture : ભાવનગર જિલ્લામાં સવા ચાર લાખ હેક્ટરમાં વાવેતર, ખેડૂતોને કયા પાકમાં સૌથી વધુ ભાવની અપેક્ષા જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2023, 10:37 PM IST

Updated : Sep 9, 2023, 10:45 PM IST

આંકડા જોતાં કપાસનું વાવેતર વધ્યું હોવાનું સામે આવ્યું

ભાવનગર: ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન રહેતા અને અંતમાં પણ વરસાદ આવતા ખેડૂતોની મૌલાતને જીવતદાન મળી ગયું છે. ભાવનગર જિલ્લામાં ચોમાસુ નિયમિત રીતે રહેતા ખેડૂતો માટે લાંબા ગાળાના સમય બાદ આવેલા અંતના વરસાદને પગલે સોના જેવો પાક થવાની આશાઓ ઊભી થઈ છે. ભાવનગર જિલ્લામાં ચોમાસાનો સો ટકા વરસાદ વરસી ગયા બાદ કપાસ, મગફળી અને બાજરી જેવા પાકોમાં અંતનો વરસાદ જીવંત દાન આપી ગયો છે. ત્યારે સમગ્ર જિલ્લામાં કપાસ,બાજરી અને મગફળીને લઈને વાવેતર અને તેના ભાવો સારા મળવાની આશા છે.

ભાવનગરમાં મેઘરાજા મહેરબાન
ભાવનગરમાં મેઘરાજા મહેરબાન

વરસાદ અને વિવિધ પાકની સ્થિતિ : ભાવનગર જિલ્લામાં ચોમાસાનો વરસાદ સો ટકા વરસી ગયો છે. જિલ્લામાં કુલ 600 મિલીલિટર કરતાં વધારે વરસાદ થવા પામ્યો છે. જો કે જરૂરિયાત 500 એમએમ વરસાદની હોય છે, ત્યારે હાલમાં 652 એમએમ કરતાં પણ વધારે વરસાદ વરસી ગયો છે. ત્યારે ખેતીના ખરીફ પાકમાં છેલ્લા 20 દિવસથી થોભી ગયેલો વરસાદ અંતમાં વરસવાની શરૂઆત કરતા પાકને જીવતદાન મળ્યું છે. જિલ્લામાં સવા ચાર લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને કપાસ, મગફળી અને બાજરી સહિત અન્ય પાકનો સમાવેશ થાય છે.

ભાવનગર જિલ્લામાં જોઈએ તો સવા ચાર લાખ હેક્ટરમાં પાકો વાવેતર થયું છે. જેમાં કપાસ 2.59 લાખ મગફળી 96000, બાજરી 88 હજાર હેક્ટરમાં વાવેતર થવા પામ્યું છે. ચોમાસાના સિઝનના 652 એમએમ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે સાત તારીખે આવેલા 15 એમએમ વરસાદના પગલે પાકોને જીવનદાન મળ્યું છે. આમ છતાં પણ જ્યાં સિંચાઈની જરૂર છે ત્યાં ખેડૂતોને પીયતનું પાણી આપવામાં આવે તેવી ભલામણ કરાઇ છે...એ. એમ. પટેલ ( ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત,ભાવનગર )

2022 અને 23માં પાકો વાવેતર આંકડા : ભાવનગર જિલ્લામાં 2022 અને 23 માં થયેલા પાકોના આંકડાકીય રીતે તફાવત જોઈએ તો આ પ્રમાણે છે. અનુક્રમે પાક અને વર્ષવાર બાજરી 2022માં 12,559 હેક્ટરમાં વાવેતર થયું હતું તે 2023માં 11,088 હેક્ટરમાં થયું છે. મકાઈ 2022માં 503 હેક્ટરમાં વાવેતર થયું હતું તે 2023માં 635 હેક્ટરમાં થયું છે. તુવેર 2022માં 1096 હેક્ટરમાં વાવેતર થયું હતું તે 2023માં 569 હેક્ટરમાં થયું છે. મગ 2022માં 3052 હેક્ટરમાં વાવેતર થયું હતું તે 2023માં 1555 હેક્ટરમાં થયું છે. મગફળી 2022માં 1,48,199 હેક્ટરમાં વાવેતર થયું હતું તે 2023માં 96,966 હેક્ટરમાં થયું છે. તલ 2022માં 3752 હેક્ટરમાં વાવેતર થયું હતું તે 2023માં 2316 હેક્ટરમાં થયું છે. કપાસ 2022માં 2,38,908 હેક્ટરમાં વાવેતર થયું હતું તે 2023માં 2,59,823 હેક્ટરમાં થયું છે. તેમ જ અન્ય પાક મળીને 2022માં કુલ વાવેતર 4,19,051 હેક્ટરમાં થયું હતું તેમાં થોડો વધારો થઇને 2023માં 4,25,294 હેક્ટર નોંધાયું છે.

કપાસનું વધુ વાવેતર : આ રીતે 2022/23 માં તફાવત જોઈએ તો બાજરી, મકાઈ, તુવેર, મગ,મગફળી, તલ દરેકના વાવેતરમાં ઘટાડો થયો છે, જ્યારે કપાસના વાવેતરમાં સરેરાશ 20,915 હેક્ટરનો વધારો થયો છે. જો કે કુલ વાવેતરમાં 6243 હેકટરનો વધારો થયો છે. આમ કપાસમાં 27,158 હેકટરનો અંદાજે વધારો ગત વર્ષની સરખામણી માની શકાય કારણ કે અન્ય પાકોમાં ગત વર્ષની સરખામણીમાં વાવેતર ઓછું નોંધાયું છે.

ગત વર્ષે મગફળી અને કપાસના ભાવ : ભાવનગર જિલ્લામાં કપાસનું મોટા પાયે વાવેતર ચાલુ વર્ષમાં થયું છે, જ્યારે બીજા નંબર ઉપર મગફળી અને બાદમાં બાજરીનો ક્રમાંક આવે છે. ત્યારે માર્કેટિંગ યાર્ડના વ્યાપારી અને ખેડૂત આગેવાન નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગત વર્ષે કપાસના ભાવ 1800 થી 2000 જેવા રહ્યા હતા. પરંતુ ધીરે-ધીરે ઉતરીને 1400 એ પહોંચી ગયા હતા. ત્યારે આ વર્ષે 1500 થી 1600 ભાવ રહેવાની શક્યતા છે.

ગત વર્ષે કપાસના ભાવ 1800 થી 1400 પહોંચવા પાછળ વિદેશમાં રહેલી માંગ ઘટી ગઈ હતી. તેના કારણે સ્થાનિક ખેડૂતોને ભાવ મળ્યા ન હતા. જે રુની ગાંસડી 55 લાખ એક્સપોર્ટ થતી હતી તેના બદલે ગત વર્ષે 15 થી 20 લાખ ગાંસડીઓ એક્સપોર્ટ થઈ હતી. આથી ભાવ 1400 એ આવી ગયા હતા. પરંતુ 1400 રૂપિયા ભાવ સરકારે ટેકાના જાહેર કરેલા છે. આથી ખેડૂતોને આ વર્ષે પણ 1500 થી 1600 વચ્ચે ભાવ રહેવાની શક્યતા છે...નરેન્દ્રસિંહ ગોહિલ (ખેડૂત આગેવાન નેતા)

આ વર્ષે સારા ભાવની આશા : જો કે હાલમાં સારા એવા ખેતીલાયક વરસાદ આવવાને કારણે ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે, ત્યારે જિલ્લામાં બે પાંચ ટકા નુકસાની પણ જોવા મળતી હશે. મગફળીના ભાવ ટેકાના 1100 જેવા રહેવા પામ્યા હતાં. જ્યારે ખુલ્લી બજારમાં ભાવ 1600 થી 1700 ની આસપાસ રહ્યા હતા જે પણ બાદમાં ઘટી ગયા હતા. ત્યારે આ વર્ષે પણ માપસરના વરસાદને કારણે મગફળીમાં પણ ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે.

Kutch Kharif Crop Planting : જિલ્લામાં 83.04 ટકા હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર, જાણો કયા પાકનું કેટલા હેક્ટરમાં વાવેતર

Kharif Crop Update : આનંદો...ચાલુ વર્ષે ખરીફ પાકના વાવેતરમાં અધધ વધારો, જુઓ આંકડાકીય અહેવાલ

Navsari News: નવસારીના ખેડૂતે પુખીને પદ્ધતિ દ્વારા ડાંગરની ખેતીમાં ખર્ચ અને સમય બચાવી સારું ઉત્પાદન મેળવ્યું

Last Updated : Sep 9, 2023, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.