શહેરમાં ધરણા કાર્યક્રમમાં આવેલા ભરત પંડ્યાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કોંગ્રેસ પર ખોટી રીતે ભડકાવી રહ્યાના આક્ષેપ લગાવ્યા હતાં. રાજ્ય સરકારે સર્વે કર્યો છે અને વડાપ્રધાને પણ દેશની આઝાદી વખતે પહેલી વાર ખેડૂતોના ખાતામાં સીધા 6 હજાર નાખ્યા છે. વેર ઝેરથી પ્રજાનું ભલું ન થાય. રાફેલ અને બાદમાં ભરત પંડ્યાએ કોંગ્રેસ પર સીધો પ્રહાર કર્યો હતો કે, પાક વિમાને પગલે કોંગ્રેસ ખેડૂતોને ભડકાવી રહી છે. દેશની આઝાદી પછી દેશમાં પહેલી વખત ખેડૂતોના ખાતામાં સીધા 6 હજાર પ્રધાનમંત્રી યોજના હેઠળ મળતા થયા છે. રાજ્ય સરકાર સર્વે કરાવ્યો છે અને ખેડૂતોને જે નુકસાન થયું છે તે સરકાર આપશે પણ કોંગ્રેસ વેર-ઝેરથી ચાલી રહી છે. જેને પગલે પ્રજાનું ભલું થાય તેવી કોઇ શક્યતા નથી તેથી કોંગ્રેસ ખેડૂતોને ભડકાવવાનું બંધ કરે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતાં. ખેડૂતોને થયેલા નુકસાનના સર્વે બાદ તમામને વળતર આપવાનું પણ જણાવ્યું હતું. આ સાથે જ ભારતીબેન શિયાળ પણ ઉપસ્થિત રહ્યા હતાં.