ભાવનગર: શહેરમાં વીર માંધાતા કોળી સંગઠનના સમૂહ લગ્નમાં પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને હાજરી આપી હતી. ભાવનગરના મહેમાન બનીને સમૂહ લગ્નમાં કન્યા અને વરને આશીર્વાદ આપ્યા હતા. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ત્યારબાદ ખેડૂત આગેવાનો સાથે મુલાકાત કરી હતી. ડુંગળીને લઈ ખેડૂત આગેવાનોએ રજૂઆત કરતા ભગવંત માને દિલ્હી પંજાબ સરકાર દ્વારા ખરીદી કરવાનું આશ્વાસન આપ્યું હતું.
ભગવંત માનનું ખેડૂતોને આશ્વાસન: ભાવનગર સર્કિટ હાઉસમાં ખેડૂત આગેવાન મિતુસિંહ ઝાલા ઉખરલાના આગેવાન ખેડૂત અને ભંડારીયાના મોહનભાઇ મકવાણા ખેડૂત આગેવાન ભગવંત માનને રજુઆત કરી હતી. ડુંગળીમાં ખેડૂતો રડી રહ્યા છે ખેતરમાં જ નાશ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. માર્કેટિંગ યાર્ડમાં કોઈ જવાબ આપતું નથી અને સરકારને કાઈ પડી નથી. ભગવંત માને આશ્વાસન આપ્યું હતું કે પંજાબ અને દિલ્હી સરકાર પ્રયત્ન કરશે કે રેલવેના વેગન મોકલીને તમારી ડુંગળી ખરીદી કરશે. હાલમાં ખેડૂતો ડુંગળીનો નાશ કરે નહિ અને વિનંતી છે કે 10 થી 15 દિવસ રાહ જુએ.
"અમે અત્યારે માન સાહેબને મળ્યા અને ખેતીવાડી વિશે જે પરિસ્થિતિ છે તેને લઈને ભાવનગર જિલ્લાના ખેડૂત આગેવાનો રજૂઆત કરી છે. દિલ્હી પંજાબ સરકાર ગુજરાતના ખેડૂતોને થોડો સમય શાંતિ જાળવે તેવી માન સાહેબે વિનંતી કરી છે અને 10થી 15 દિવસ રાહ જુએ. જમીનમાં ડુંગળી રાખે અથવા તો છાયામાં રાખે કોઈ ખેડી નાખે નહીં. અમે સો ટકા તેનો રસ્તો કરશું અને ખરીદી કરશું તેમ અમને આશ્વાસન આપવામાં આપ્યું છે." - મિતુસિંહ ઝાલા, ખેડૂત આગેવાન
Pasighat to Porbandar Yatra : હવે અરુણાચલ પ્રદેશથી ગુજરાતની યાત્રા કરશે રાહુલ ગાંધી
" અમે પાયમાલ થઈ ગયા છીએ આંખમાં આંસુ આવી જાય એવી પરિસ્થિતિ છે. ત્યારે ભગવંત સાહેબે જણાવ્યું હતું કે થોડો સમય ડુંગળીને ખેડશો નહીં રાખી મૂકો અમે જરૂર તેનો રસ્તો કરશું. દિલ્હી અને પંજાબની સરકાર તમારી ડુંગળીની ખરીદી કરશે એવું અમને આશ્વાસન આપ્યું છે. તેમજ અમારા જે ધારાસભ્યો ગુજરાતના છે તે પણ ગુજરાત વિધાનસભામાં આ બાબતે રજૂઆત કરશે કે ડુંગળી સંગ્રહ કરવામાં આવે." - મોહનભાઇ મકવાણા, ખેડૂત આગેવાન
PM Man ki Baat : મન કી બાતમાં PMનું સંબોધન - વોકલ ફોર લોકલના સંકલ્પ સાથે હોળી મનાવવા અપીલ
ખેડૂતો મુશ્કેલીમાં: ભાવનગર જિલ્લાના ખેડૂતોને ડુંગળીમાં હલર ફેરવવાનો સમય આવ્યો છે. ડુંગળીના મણના ભાવ 20 કિલોના 40 થી 200 વચ્ચે મળતા ખેડૂતોને ડુંગળી લઈ જવાનો ખર્ચ માથે પડતો હોવાથી નાશ કરી રહ્યા છે. ભગવંત માનના આશ્વાસન બાદ ખેડૂત આગેવાનોએ પણ જિલ્લાના ખેડૂતોને વિનંતી કરી છે કે ડુંગળીનો નાશ કરે નહિ અને તેને જમીનમાં રહેવા દે અથવા બહાર છાયામાં રાખે. માત્ર 10 દિવસ રાહ જુએ તેવી વિનંતી કરાઈ છે. જો કે પંજાબ અને દિલ્હીની સરકાર ડુંગળી ખરીદે તો ગુજરાત સરકારને લપડાક મળ્યા સમાન ઘટના ગણાશે.