- ગરીબીનું દર્દ સરકારની મદદથી દૂર થતાં મનીષ અને તેમના પત્નીએ આભાર વ્યક્ત કર્યો હતો
- અમદાવાદમાં મિલનનું ઓપરેશન સફળ થયું હતું
- નિઃશુલ્ક ઓપરેશન કરાવીને સારણગાંઠની તકલીફમાંથી મુક્તિ આપાવી હતી
ભાવનગરઃ આશાવર્કરની સમજણથી છ માસના બાળકના પેટમાંથી સારણગાંઠ કાઢવામાં સફળતા મળી છે. સિહોરના વળાવડ ગામના રહેવાસી મનીષભાઈ ડાભીના પુત્ર મિલનને પેટમાં સારણગાંઠ હતી અને કોરોનાકાળમાં ચિંતિત હતો, પણ આશાવર્કરની સમજણથી આરોગ્યકેન્દ્ર સુધી વાત પહોંચી અને અંતે અમદાવાદમાં મિલનનું ઓપરેશન સફળ થયું હતું.
મિલનના પેટમાં સારણગાંઠના કારણે માતા-પિતા મુંજાતા હતા
ભાવનગરના સિહોરના વળાવડ ગામે રહેતા મનીષભાઈ ડાભીના છ માસના પુત્ર મિલનને ઘણા સમયથી પેટમાં સારણગાંઠ હતી. જેને પગલે વારંવાર તેને થતા દુખાવા વગેરેથી મનીષભાઈ અને તેમના પત્ની ચિંતિત હતા. મિલનના દુઃખની વાત ગામડામાં કામ કરતા સરકારના આરોગ્ય વિભાગની આશાવર્કર બહેનોને કાને પડતા તેને આરોગ્ય કેન્દ્ર અને આરોગ્ય કેન્દ્રએ પંચાયત જિલ્લા આરોગ્ય અધિકારીના કાને નાખી હતી. આ વાત કરતા જણાવ્યું હતું કે, નાનું બાળક પીડા ભોગવી રહ્યું છે. બસ ત્યાંથી મિલનના દુઃખ દૂર કરવાની શરૂઆત ઈશ્વરે કરી હોય તેવું પ્રતીત થાય છે.
આ પણ વાંચોઃ 6 માસના બાળકનું ક્લેફ્ટ લિપનું સફળ ઓપરેશન
મિલનની પીડા અને માતાપિતાનું દુઃખ દૂર કરતું આરોગ્ય વિભાગ
ભાવનગર સિહોરના ઉસરડના આરોગ્ય કેન્દ્રને જાણ થતાની સાથે સમગ્ર ડોક્ટરની ટીમ મિલનના ઘરે પહોંચી ગઈ હતી. મિલનના માતાપિતાને સમજાવ્યા હતા અને કોરોના કાળમાં કેવી રીતે બાળકની પીડા દૂર કરવી તેની વ્યૂહરચના યોજવામાં આવી હતી. ઉસરડની ટીમ બાદ RBSKની અલગ અલગ ટીમોએ તપાસ કરીને મિલનને અમદાવાદ સિવિલમાં 11 માર્ચના રોજ મોકલીને નિઃશુલ્ક ઓપરેશન કરાવીને સારણગાંઠની તકલીફમાંથી મુક્તિ આપાવી હતી. મિલન ખુશખુશાલ છે અને મિલનના પિતા મનીષભાઈએ આરોગ્ય વિભાગ અને સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ગરીબીનું દર્દ સરકારની મદદથી દૂર થતાં મનીષભાઈ અને તેમના પત્નીએ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ અવંતિકા એક્સપ્રેસની ઇમરજન્સી વિન્ડોમાંથી પટકાયેલી બાળકી જીવિત મળી