ભાવનગરના બુધેલ પાસે શીપબ્રેકર પર થયેલા હુમલાને પગલે વેપારી એસોસિયેશને બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો હતો. કલેકટર કચેરી ખાતે ભોજન કરીને રાત દિવસ ધરણા યોજવામાં આવ્યા હતાં. જેને પગલે DSP અને કલેકટર દ્વારા બાહેંધરી આપતા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા છે. શિપબ્રેકીંગ ઉદ્યોગ સહિતની ૫૮ સંસ્થાના સામુહિક વિરોધ બાદ તંત્રએ ૨૦ તારીખ સુધીમાં તેમની માગ પૂર્ણ કરવાની બાહેંધરી આપતા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતાં. આ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં એસોસિયેશનોએ કહ્યું હતું કે, તેમની માગ નહી સંતોષાય તો આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે.
શીપબ્રેકર પર હુમલાને પગલે ૨૦ તારીખ સુધીમાં નિર્ણય, નહિતર ઘડાશે એક્શન પ્લાન : એસોસિએશન - attack on shipbreaker in bhavnagar
ભાવનગર: જિલ્લાના બુધેલ પાસે થયેલા શીપબ્રેકર પરના હુમલાને પગલે ૫૮ એસોસિયેશન બંધ પાળીને કલેકટર કચેરીએ ધરણા ધરીને વિરોધ કરી રહ્યા હતાં. તંત્ર દ્વારા ખાતરી મળતા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા છે. જો ૨૦ તારીખ સુધીમાં કરાયેલી માગ પૂરી નહી થાય તો એક્શન પ્લાન કરીને વિરોધનો કાર્યક્રમ ઘડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ભાવનગરના બુધેલ પાસે શીપબ્રેકર પર થયેલા હુમલાને પગલે વેપારી એસોસિયેશને બંધ પાળી વિરોધ વ્યક્ત કર્યો હતો. કલેકટર કચેરી ખાતે ભોજન કરીને રાત દિવસ ધરણા યોજવામાં આવ્યા હતાં. જેને પગલે DSP અને કલેકટર દ્વારા બાહેંધરી આપતા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા છે. શિપબ્રેકીંગ ઉદ્યોગ સહિતની ૫૮ સંસ્થાના સામુહિક વિરોધ બાદ તંત્રએ ૨૦ તારીખ સુધીમાં તેમની માગ પૂર્ણ કરવાની બાહેંધરી આપતા ધરણા પૂર્ણ કરવામાં આવ્યા હતાં. આ સંદર્ભે યોજાયેલી પત્રકાર પરિષદમાં એસોસિયેશનોએ કહ્યું હતું કે, તેમની માગ નહી સંતોષાય તો આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે.
બાઈટ- વિષ્ણુ ગુપ્તા (પ્રમુખ,શિપબ્રેકીંગ રીસાયકલીંગ એસોસિયેશન,ભાવનગર)બાઈટ- હરેશભાઈ ( પ્રમુખ રીરોલીંગ મિલ એસોસિયેશન,ભાવનગર)