- નારી રોડ પર આવેલા એક મકાનમાં મહિલા કૂટણખાનું ચલાવતી
- બોરતળાવ પોલીસ સહિત ASP સફાઇન હસન રેડમાં જોડાયા
- પોલીસે ડમી ગ્રાહક દ્વારા ખરાઈ કર્યા પછી ત્રણ ગ્રાહકોને પકડી લીધા
ભાવનગર : જિલ્લાના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર આવેલા એક મકાનમાં મહિલા કૂટણખાનું ચલાવતી હતી. બહારથી મહિલાઓની વ્યવસ્થા કરીને ગ્રાહકોને પુરી પાડતી હતી. પોલીસને મળેલી બાતમીના પગલે પોલીસે પ્રથમ ડમી પોતાના ગ્રાહકને મોકલીને ખરાઈ કરી હતી. જે સાબિત થતા બાદમાં પોલીસે સ્થળ પર જઈને રેડ પાડી હતી. બોરતળાવ પોલીસ સહિત ASP સફાઇન હસન રેડમાં જોડાયા હતા.
આ પણ વાંચો : દેહ વેપારના ગુના સાથે સંકળાયેલા 3 આરોપીને સુરત પોલીસે ઝડપી લીધા
પોલીસે ડમી ગ્રાહક દ્વારા ખરાઈ કર્યા બાદ ત્રણ ગ્રાહકોને પકડી લીધા
નારી રોડ પર અનૈતિક દેહવ્યાપારના ચાલતા ગોરખ ધંધામાં પોલીસે ડમી ગ્રાહક દ્વારા ખરાઈ કર્યા બાદ ત્રણ ગ્રાહકોને પણ પકડી લીધા છે. સમગ્ર રેકેટમાં મહિલા ઇલાંબા વિક્રમસિંહ જાડેજા અને ગ્રાહકો શોધી લાવનાર કમિશન પરનો ચિત્રા વિસ્તારનો ઇમરાન અહેમદભાઈ મકવાણા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : વડોદરા શહેરની હોટલમાં દેહ વ્યાપારનું રેકેટ ચલાવતા સંચાલક અને એજન્ટ ઝડપાયા
ગ્રાહક તરીકે આવેલાની પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી
ગ્રાહક તરીકે આવેલા ભગતસિંહ શિવસિંહ દસાણા, રણજીતસિંહ હરિસિંહ પરમાર, દિપક જેન્તીભાઈ કટારીયા રંગે હાથ પકડાઈ જતા કાયદેસર કાર્યવાહી કરીને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.