ETV Bharat / state

Bhavnagar news: માથા પર "દૂધ"ની ધારાથી શારીરિક સમસ્યામાંથી થાય છે છુટકારો, જાણો શું છે આયુર્વેદિક પદ્ધતિ - જાણો શું છે આયુર્વેદિક દુધધારા પદ્ધતિ

દોડભાગ વાળી જિંદગીમાં અનેક સમસ્યાઓથી મનુષ્ય પીડાતો હોય છે. મનુષ્યની ખાણીપીણીથી લઈને વૃદ્ધા અવસ્થા સુધીની જિંદગીમાં શારીરિક પીડાઓ પણ વધતી હોય છે. દૂધધારા આયુર્વેદનો એક ભાગ છે જેનાથી અનેક ફાયદાઓ છે. જાણો કેવા છે ફાયદાઓ...

applying-milk-on-the-head-gets-rid-of-physical-problems-dudh-dhara-method-of-ayurveda-bhavanagr

author img

By

Published : May 3, 2023, 8:44 PM IST

Updated : May 3, 2023, 11:37 PM IST

જાણો શું છે આયુર્વેદિક દુધધારા પદ્ધતિ

ભાવનગર: આધુનિક યુગમાં વધતી જતી બહારની ખાણીપીણી અને રોજ-બરોજ લેવામાં આવતી ચીજ વસ્તુઓ કેમિકલ યુક્ત હોય છે. વાત અહીંયા મનુષ્યને શરીરની શોભા વધારતા વાળની કરવાની છે. દૂધધારા એટલે માથા ઉપર દૂધની ધારા કરવામાં આવે છે. જેનાથી ઘણા એવા ફાયદાઓ શારીરિક રીતે જોવા મળે છે. જોકે દૂધધારા એ આયુર્વેદ ઉપચાર પદ્ધતિનો એક ભાગ છે.

"દૂધ"ની ધારાથી શારીરિક સમસ્યામાંથી થાય છે છુટકારો

દૂધધારા એટલે શું?: ભાવનગર શહેરમાં આયુર્વેદિક ડોક્ટર માધવીબેન પટેલ પોતાનું ક્લિનિક ચલાવે છે. માધવીબેન પટેલે મૂર્ધતેલ અંતર્ગત આવતી ચાર ઉપચાર પદ્ધતિ જેમાં દુધધારા, તક્રધારા, શિરોધારા અને કવાટધારાની સારવાર આપે છે. ભાવનગર શહેરમાં દૂધધારા પણ કરી આપતા માધવીબેન પટેલે જણાવ્યું હતું કે, 'દૂધધારા માથા ઉપર કરવામાં આવે છે. વ્યક્તિને સુવડાવીને તેના કપાળના ભાગેથી માથાના વાળમાં દૂધ પહોંચે તેવી રીતે દૂધની ધારા કરાય છે. જો કે દૂધમાં કેટલાક ગુણો આવેલા છે. જેનું મહત્વ સૌ કોઈ સમજે છે ત્યારે માથામાં તેની દૂધધારા કરવાથી તેના પણ અનેક ગણા ફાયદા છે.'

દૂધધારાથી થતા ફાયદા: દૂધધારા એક આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ છે. ખાસ કરીને આ ઉપચાર પદ્ધતિ પાછળ અનેક ફાયદાઓ રહેલા છે. જોકે દૂધધારા મુદ્દે ડોક્ટર માધવીબેન પટેલે જણાવ્યું હતું કે, 'કોઈપણ વ્યક્તિને 25થી 30 મિનિટ સુધી માથામાં દૂધની ધારા કરવામાં આવે છે. 250 ગ્રામથી લઈને 500 ગ્રામ સુધીનું દૂધ લઈ તેની ધારા મસ્તક ઉપર કરાય છે. જેનાથી વાળ ખરતા નથી અને ચમક વધે છે. તેમજ વાળ ખરવાની જે લોકોને સમસ્યા હોય એ સમસ્યામાંથી છૂટકારો મળે છે. જોકે દૂધધારા એક વખત નહિ પણ વધુ વખત કરવી પડે છે. બીજો સૌથી મોટો ફાયદો કે માનસિક તાણ કે માનસિક ચિંતા અનુભવતા વ્યક્તિઓને પણ માનસિક શાંતિની અનુભૂતિ થાય છે. આમ દૂધધારાથી ઘણા ફાયદા રહેલા છે.'

આ પણ વાંચો Weight Loss: જાણો વજન ઘટાડવા માટે આહાર કરતાં કસરત કેવી રીતે વધુ મહત્વપૂર્ણ

તબીબનો મત: આજના આધુનિક સમયમાં લોકો કોઈને કોઈ માનસિક રીતે પીડિત હોય છે. તેમજ વૃદ્ધા અવસ્થા આવતાની સાથે જ માથાના વાળ સફેદ થવા અથવા તો ખરવાની સમસ્યાઓ જોવા મળતી હોય છે. જોકે તેની પાછળનું કારણ ડોક્ટર માધવીબેન પટેલે જણાવ્યું હતું કે ઘણા લોકોને વાળ ધોળા થવાને કારણે કેમિકલ યુક્ત માથામાં ડાય કરતાં હોય છે. જ્યારે ઘણા લોકો ગરમ પદાર્થ આરોગતા હોવાને કારણે પણ શરીરની ગરમીને લીધે વાળ ખરતા હોય છે. ત્યારે દૂધધારાથી વાળ ખરવાની સમસ્યા સંપૂર્ણ દૂર થાય છે અને વાળની ચમક પણ આવી જતી હોય છે.

આ પણ વાંચો Lassi recipes : ગરમીને હરાવવા માટે તાજગી આપતી આ લસ્સી ઘરે બનાવો

Last Updated : May 3, 2023, 11:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.