ભાવનગરઃ શહેરમાં લગ્નને અનુસરીને મેરેજ હોલને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સરકાર દ્વારા લાઈટ, મંડપ, ફોટોગ્રાફર જેવા વ્યવસાયકારોને છૂટ આપવામાં આવી નથી. લાંબા સમયથી આ વ્યવસાયો બંધ છે ત્યારે રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો છે. જેને લઇ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ત્રણ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી નાના વ્યવસાયકારોને પણ છૂટ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
લાઈટ, મંડપ અને ફોટોગ્રાફર જેવા વ્યવસાયકારોને હવે રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે એસોસિએશન દ્વારા સરકાર અમે પણ બેરોજગારના સ્લોગન સાથે વ્યવસાય ખોલવા મંજૂરી માગવામાં આવી છે.
લોકડાઉનના ત્રણ મહિના બાદ હવે અનલોકમાં એક પછી એક વ્યવસાયને ફરી ખોલવામાં આવી રહ્યા છે, મોલ અને બજારોને ખોલવામાં છૂટ આપ્યા બાદ લગ્ન સાથે જોડાયેલા નાના વ્યવસાયકારોને શા માટે રોકવામાં આવી રહ્યા છે, ત્યારે અમે બેરોજગાર છીએના સ્લોગન સાથે એસોસીએશનને આવેદનપત્ર આપવાની ફરજ પડી છે.