ETV Bharat / state

ભાવનગરમાં સફાઈ કામદારોને કાયમી કરવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

ભાવનગર જિલ્લાના સિહોર નગરપાલિકામાં 30 વર્ષથી હંગામી ધોરણે કામ કરતા સફાઇ કામદારોને આજદિન સુધી અનેક રજૂઆતો બાદ પણ કાયમી ન કરતા મુંડન કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રેલી યોજી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરી હતી.

સફાઈ કામદારોની કાયમી કરવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

author img

By

Published : Oct 16, 2020, 1:50 PM IST

  • 30 વર્ષથી હંગામી ધોરણે કામ કરતા સફાઈ કામદારોએ કર્યું વિરોધ પ્રદર્શન
  • કામદારોએ મુંડન કરાવી કર્યું વિરોધ પ્રદર્શન
  • હાથરસની ઘટનાના આરોપીઓને કડક સજાની કરી માગ

ભાવનગરઃ જિલ્લાના સિહોર નગરપાલિકામાં 30 વર્ષથી હંગામી ધોરણે કામ કરતા સફાઇ કામદારોને આજદિન સુધી અનેક રજૂઆતો બાદ પણ કાયમી ન કરતા મુંડન કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કાયમી કરવા અને હાથરસની ઘટનાના આરોપીઓમાં ફાંસીની સજા મળે તેવી માગ સાથે નગરપાલિકા દ્વારા પ્રમુખને આવેદનપત્ર પાઠવી તેમજ રેલી યોજી અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માગ કરી હતી.

સફાઈ કામદારોની કાયમી કરવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

સિહોર નગરપાલિકાના 100 કરતા વધુ સફાઈ કામદારોએ પોતાને કાયમી કરવાની માગ સાથે સિહોર નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. સિહોર નગરપાલિકા ખાતે 30 વર્ષથી હંગામી ધોરણે કામ કરતા આ સફાઈ કામદારોને કાયમી કરવાની માગ અનેક વખત કરવામાં આવી છે.

આમ છતાં આજદિન સુધી આ સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા ન હતા, ત્યારે પુરુષ અને મહિલા સફાઇ કામદારો ઝાડું સાથે સુત્રોચ્ચાર કરી તેમજ પુરુષ કામદારોએ મુંડન કરાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે સાથે હાથરસ દુષ્કર્મ અને હત્યાની ઘટનામાં આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગ કરવામાં આવી હતી.

આ બાબતે સફાઈ કામદારોએ ન્યાય રેલી યોજી નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવી કાયમી કરવા તેમજ અધિક કલેક્ટરને હાથરસની ઘટનાના આરોપીઓને કડક સજા કરવાની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અંગે નગરપાલિકા દ્વારા કોઈ નિર્ણય નહિ લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.