ભાવનગરના રેન્જ IG દ્વારા અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને ચોરી, લૂંટ તથા હત્યા જેવા ગુનાઓનો ભેદ ઉકેલાય જે અન્વયે પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અમરેલી દ્વારા કામગીરી કરવા સુચના કરેલ હોય, જેથી એમ.એસ.રાણા નાયબ પોલીસ અધિક્ષક અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અમરેલી SOG PSI આર.કે.કરમટા તથા SOG ટીમે બાબરાનાં બનાવમાં પકડાયેલ દેવીપૂજક ગેંગની પૂછપરછ કરતા 7 હત્યા તથા અન્ય લૂંટનાં ગુનામાં કુલ 9 જેટલા આરોપીને ઝડપી પાડેલા છે.
અમરેલી જીલ્લામાં દરેડ ગામની સીમમાં ડાયાભાઇ ઓઘડભાઇ ભરવાડ તથા તેનાં પત્ની જાનુબેન રાત્રીના સમયે વાડીએ સુતેલા હોય, તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમોએ વાડીમા પ્રવેશ કરી વૃધ્ધ દંપતિને ધોકા, કુહાડી વડે જીવલેણ ગંભીર ઇજાઓ કરી પહેરેલા સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન નંગ 2 મળી કુલ મુદામાલ 1.50 લાખની લૂંટ ચલાવી ઇજાઓ કરી રૂમનો દરવાજો બહારથી બંઘ કરી લૂંટ ચલાવી નાશી ગયેલા હતા.
જે સમગ્ર બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર રેન્જ IG અશોક કુમાર તથા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયે બનાવની વિગતોનો અભ્યાસ કરી SOG, SOG તથા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી એકશન પ્લાન મુજબની કાર્યવાહીનું સતત મોનીટરીંગ કરી રહેલા હતા. તે દરમ્યાન અમરેલી SOGની ટીમ દ્વારા ગુજરાતની દેવી પુજક ગેંગની આ ગુનામાં સંડોવણી હોવાના ચોકકસ પુરાવાઓ શોધ્યા હતા.
જે દેવીપુજક ગેંગ છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં સક્રીય હતી. જેને ઝડપી લઇ પુછપરછ કરતા આ ગેંગ દ્વારા ગુજરાત રાજયના અમરેલી સહીત સુરેન્દ્રનગર, ભાવનગર અને અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં મળી હત્યા સાથે લુંટ, ચોરી જેવા ગુનાઓને અંજામ આપ્યાનું સામે આવ્યુ હતુ. ત્યાર બાદ સમગ્ર જિલ્લાઓ કરેલા લુટ અને હત્યાના અનેક ગુનાઓ સામે આવ્યા હતા.