અમદાવાદ: દિવાળી પહેલા પોલીસ ભરતી અંગે એક મોટી ખુશખબર સામે આવે છે. હાઇકોર્ટમાં રાજ્ય સરકારે પોલીસ ભરતી અંગે મોટી જાહેરાત કરી છે. ગુજરાત રાજ્યના પોલીસવડાએ પોલીસ ભરતી અંગે હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે અને ખાતરી આપી છે કે રાજ્યમાં 3800 પોલીસકર્મીઓની ભરતી કરવામાં આવશે.
પોલીસ ભરતી અંગે મોટી ખબર
પોલીસ ભરતી અંગે છેલ્લા કેટલાક સમયથી ઉમેદવારોએ રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રાજ્યના પોલીસ વડાએ ભરતી અંગે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. અને આની સાથે જ હાઇકોર્ટના નિર્દેશ બાદ આગામી ભરતી અંગેનું કેલેન્ડર કરવામાં આવ્યું.
2026 સુધીમાં તમામ ખાલી જગ્યા ભરાશે
આ અંગેની સુનાવણી દરમિયાન સરકારી વકીલે ભરતીના કેલેન્ડર વિશે ખાતરી આપતા જણાવ્યું હતું કે, પોલીસ વિભાગની તમામ જગ્યામાં ભરતી 2026 સુધીમાં ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે. આ સિવાય વિવિધ પદો માટેની ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર-ડિસેમ્બરમાં પૂર્ણ કરાશે. તદુપરાંત જાન્યુઆરીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. લેખિત પરીક્ષા ડિસેમ્બર-જાન્યુઆરીમાં પૂર્ણ કરાશે અને લેખિત OMR પરિક્ષાનું પરિણામ ફેબ્રુઆરી સુધીમાં જાહેર કરાશે. આ અંગે સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતી અંગે ફેબ્રુઆરીથી સુધીમાં સબ્જેક્ટિવ લેખિત પરીક્ષા લેવાશે. તેમજ જુલાઈ સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.
ડિસેમ્બરમાં ASI હેડ કોન્સ્ટેબલની ભરતી
તેમણે વધુ જણાવ્યું હતું કે, ભરતીનું ઓગસ્ટ સુધીમાં ફાઇનલ મેરીટ તૈયાર કરાશે અને તેને સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ફેઝની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. રાજ્ય સરકારે આ અંગે કહ્યું હતું કે, ડિસેમ્બર 2024 સુધી 3800થી વધુ ASI હેડ કોસ્ટેબલની ભરતી કરવામાં આવશે. આના સિવાય માર્ચ 2025 સુધી 1414 PI અને PSIને પ્રમોશન પણ આપવામાં આવશે. હાઇકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે બીજા રાજ્યોની પોલીસ એકેડમી સાથે સ્ટુડન્ટ એક્સચેન્જ કરવામાં આવી રહ્યું છે? જેના જવાબ આપતા સરકારી વકીલે જણાવ્યું કે, "હાલના તબક્કે આવું કઈ થતું નથી".
આ પણ વાંચો: