ભાવનગર જિલ્લામાં 4.5 લાખ હેક્ટર જમીન વાવણી લાયક છે, જેમાં 4.25 લાખ હેક્ટર જમીનમાં દર વર્ષે વાવણી થતી હોઈ છે. ત્યારે હાલમાં વાયુ વાવાઝોડાના ડરમાં બેસેલા ખેડૂતોને કોથળામાંથી બિલાડું નીકળ્યા જેવો ઘાટ થયો છે અને ખેડૂતોએ તેનો ફાયદો લેવાનું ચુક્યા નથી. ભાવનગરમાં વાવાઝોડાને પગલે થયેલ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની ગયો છે. જેથી ખેડૂતોએ બિયારણ સોંપવાની શરૂઆત કરી યુદ્ધના ધોરણે વાવણી કરી છે. કારણ કે, ગત્ વર્ષનું ચોમાસું નબળું રહેતા ખેડૂતો માટે વાવણી લાયક પણ વરસાદ થયો ન હતો. જેથી ખેડૂતોએ વાવણી કરી લીધી છે અને હવે થયેલો વરસાદને કારણે 15 દિવસ બિયારણ ફેલ જાય તેમ નથી.
જિલ્લામાં સૌથી વધુ વાવેતર ડુંગળી, કપાસ અને મગફળીનું કરવામાં આવે છે. ત્યારે આજથી શરુ થયેલા વરસાદને પગલે વાવણીમાં પણ કપાસને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જો કે, આજે કેટલાક ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે જેમાં પ્રથમ કપાસ અને મગફળીને સ્થાન મળ્યું છે. કપાસ આશરે 2.5 લાખ હેક્ટરમાં વાવવામાં આવ્યો છે. ત્યારબાદ મગફળી અને પછી બાજરીનું વાવેતર થાય છે. ત્યારે આજના વરસાદમાં ખેડૂતોએ શ્રી ગણેશ તો કરી દીધા છે, પણ જોવાનું એ રહેશે કે ખેડૂતો સાથે કુદરત રહે છે કે કેમ....