ભાવનગર: વિજ્ઞાનનગરીએ We Creative કાર્યક્રમ યોજાતા 140 પ્રોજેક્ટ રજૂ થયા હતા. પ્રજ્ઞાચક્ષુઓ પુર કે સુનામી,વોટર હાર્વિન્ગ જેવા પ્રોજેકટ બાળકોએ રજૂ કર્યા હતા.પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ હેઠળ દેશ અને સમાજને ઉપયોગી નવીનીકરણ સાથે પ્રોજેકટ રજૂ કર્યા છે. જે વિસ્તારમાં સુનામી, પુર આવી શકે તેમજ પ્રજ્ઞાચક્ષુને આગોતરી જાણ કોઈ વસ્તુ કે વ્યક્તિ આવે તો થઈ શકે તેવા પ્રોજેક્ટ રજૂ કરાયા હતા.
આ વર્ષે અમે યોજાયેલ કાર્યક્રમમાં 27 શાળાના 350 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ મહ્ત્વતા એ છે કે એક પણ પ્રોજેકટ ઘરેથી કરીને લાવવામાં આવ્યો નથી. પ્રોજેક્ટ પ્રદર્શનના એક દિવસ પહેલા વિજ્ઞાનનગરીમાં જાહેરમાં વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ બનાવ્યા છે.-- ચેતનાબેન કોઠારી (ટ્રસ્ટી, વિજ્ઞાનનગરી,ભાવનગર)
ચશ્મા અને લાકડી ડીઝીટલ: ભાવનગર શહેરમાં વિજ્ઞાનનગરીમાં વિદ્યાર્થીઓને નવા વિચારોને અસ્તિત્વમાં લાવવા એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. WE CREATIVE પ્રોગ્રામમાં સુનામીની અને પુરની આગવી જાણ થાય તેવો પ્રોજેકટ પણ વિદ્યાર્થીએ રજૂ કર્યો છે. આર્ટિફિશિયલ ઇન્વેસ્ટિગેશન વિષય પર પ્રજ્ઞાચક્ષુઓ માટે પણ ચશ્માઓ અને લાકડીઓ ડીઝીટલ બાળકોએ રજૂ કરી છે. ભાવનગર શહેરમાં 2010માં સ્થપાયેલી વિજ્ઞાનનગરી (સાયન્સ સીટી)માં દર વર્ષે નવીન રચનાઓબીમાટે વિદ્યાર્થીઓને તક આપવામાં આવે છે.હાલમાં "We Creative" શીર્ષક નીચે ત્રણ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 140 જેટલા પ્રોજેક્ટ યોજવામાં આવ્યા છે.
" ધોરણ 9 માં અભ્યાસ કર્યો હતો કે પાણીમાં ઇલેક્ટ્રિસિટી વહેતી કરો તો કોઈ ઓન ધાતુ સ્પર્શતું હોઈ તો તેમાં પણ ઇલેક્ટ્રિકસીટી પસાર થાય છે. આથી મેં એ જ સામાન્ય સિસ્ટમથી પ્રોજેક્ટ બનાવ્યો છે જેમાં પાણીનું સ્તર વધે તો જાણ થાય છે. સરકાર ઈચ્છે તો 10km એરિયામાં આજના આધુનિક સમયમાં રડાર મારફત તેને અસ્તિત્વમાં લાવી શકે છે અને ઈસરો યોગદાન આપે તો સરસ પ્રોજેકટ કોઈ પણ દરિયાકાંઠાના શહેર કે પૂરગ્રસ્ત વિસ્તારમાં આગોતરી આગવી જાણ મેળવી શકે છે. મને આ વિચાર હાલમાં દિલ્હી જે પુરમાં સ્થિતિ થઈ તેના પરથી આવ્યો એટલે મેં હાલ મોડલ બનાવ્યું છે".-- રોહન સામંત ( ડિઝાટર મેનેજમેન્ટ કીટ બનાવનાર,ભાવનગર)
સાયરન મારફતે જાણ: આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સમાં પ્રજ્ઞા ચક્ષુ માટે ભાવનગરના બાળકોની વિજ્ઞાનનગરીમાં અન્ય પ્રોજેક્ટમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે પણ નાના બાળકોએ ભાવનાઓ વ્યક્ત કરી છે. કાર્યક્રમમાં આદિત્ય ધ્વદીપ ગ્લોબલ જ્ઞાનગુરુ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રજ્ઞાચક્ષુઓ માટે ડીઝીટલ સ્ટિક બનાવી હતી. લાકડી લઈને ચાલતા પ્રજ્ઞા ચક્ષુથી એક મીટર દૂર કોઈ ચીઝ કે વ્યક્તિ આવે એટલે સાયરન મારફત તેને જાણ થાય છે. આ સ્ટિક સેન્સર આધારિત બનાવવામાં આવી છે. ત્યારે બીજો એક પ્રોજેકટ પ્રજ્ઞાચક્ષુનો સ્માર્ટ ગ્લાસીસ, યુગ અને તેના સાથી વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ ચશ્માં પણ સેન્સર આધારિત છે જેમાં સાયરન મારફત પ્રજ્ઞા ચક્ષુને જાણ થાય છે અને તે સચેત બની શકે છે. આ વિદ્યાર્થીઓ પણ ગ્લોબલ જ્ઞાનગુરુ શાળાના છે.