ભાવનગર: ભાવનગર-અમદાવાદ ધોલેરા હાઇવેને ગઈકાલે અમદાવાદના કલેકટર દ્વારા જાહેરનામું જાહેર કરીને સાત માસ માટે બંધ કરવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જો કેભાવનગર શહેર અને જિલ્લામાંથી શાસક અને વિપક્ષની ઉઠેલા વિરોધના સુરને પગલે ભાવનગર જિલ્લાવાસીઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ કલેક્ટર દ્વારા જાહેર કરેલું જાહેરનામું 24 કલાકમાં રદ કરવું પડ્યું છે.
જાહેરનામું બહાર પડતા લોકોમાં હતી ચિંતા: અમદાવાદના કલેક્ટર દ્વારા ગઈકાલે 13 તારીખના રોજ ભાવનગર ધોલેરા-અમદાવાદ હાઈવેની ચાલતી કામગીરીને પગલે આગામી સાત માસ સુધી બંધ કરવાનું જાહેરનામું રજૂ કર્યું હતું. જાહેરનામામાં પ્રજાજનોને અમદાવાદ જવા માટે વલભીપુર માર્ગ પર થઈને ધંધુકા તરફ થઈ જઈ શકવાનો એકમાત્ર માર્ગ બચ્યો હતો. જ્યારે વડોદરા અને સુરત જનારા લોકોને ભાવનગર થી વલભીપુર, ધંધુકા થઈને ફેદરા, પીપળી થઈને વડોદરા કે સુરત જઈ શકે તેમ હતા. ત્યારે લાખો રૂપિયાના ઇંધણનો ધુમાડો થવાનો હોવાથી વિરોધનો સુર ચારે તરફ ઉઠ્યો હતો.
જાહેરનામું રદ્દ: ભાવનગર વાસીઓને કોન્ટ્રાક્ટરની હાલાકી દૂર કરવા માટે માર્ગ બંધ કરીને સત્તાધીશો લાભ પહોંચાડવા માંગતા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ કરવામાં આવ્યો અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. બીજી બાજુ ભાવનગરના પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ પણ માર્ગ બંધ કરવાની નિર્ણયની નીતિ સામે રજૂઆત કરી હતી. ચારે તરફથી ઊઠેલા વિરોધને પગલે અંતે અમદાવાદ કલેક્ટર દ્વારા 24 કલાકના ગાળામાં જ જાહેરના રદ કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો Sabarkantha News : તળાવ ઊંડું કરવાના પ્રયાસથી મોતેસરી ગામે પાણી બચાઓ અભિયાન વરદાન સ્વરૂપ બન્યું
વિરોધના સુર: ભાવનગર વાસીઓને જો અમદાવાદ-ધોલેરા માર્ગ બંધ થાય તો 80 KM જેટલું વધારાનું ફરવાનો સમય આવે અને ઇંધણ ખર્ચમાં પણ વધારો થઈ જાય તેમ છે. જો કે અમદાવાદ કલેક્ટર દ્વારા અધેલાઈથી ધોલેરા વચ્ચે થતી હાઇવેની કામગીરીને પગલે જાહેરનામું બહાર પડાયુ હોવાનું જાહેરનામા જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદ જવા માટે રેલમાર્ગ અને ભાવનગરથી વલભીપુર ધંધુકા બગોદરા હાઈવે એકમાત્ર વિકલ્પ રહેતો હતો. તેવા સમયે 24 કલાકમાં ઉઠેલા ચારે તરફના વિરોધના સુરને કારણે આ જાહેરનામાને રદ કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો Ahmedabad News : બ્રિજની ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ 3 વર્ષ વધારીને 10 વર્ષની કરવા વિપક્ષની માંગ