- ગામના 5થી 6 ખુટિયાઓ ઉપર કોઈ નરાધમોએ એસિડ ફેંક્યું
- મહુવા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તરંત તપાસ હાથ ધરી
- ગામનું કોઈ માણસ નામ જણાવવા તૈયાર નથી
ભાવનગર : મહુવા તાલુકાના ભાદરા ગામના સરપંચ નનાભાઈ મૂળાભાઈ વાઘને જાણ થઈ કે, ગામના 5થી 6 ખુટિયાઓ ઉપર કોઈ નરાધમોએ એસિડ ફેંક્યું છે. એ ખુટિયાઓ તડફડીયા મારે છે તેવી જાણ થતાં સરપંચ જાતે સ્થળ ઉપર જઇ તપાસ કરતા બનાવની વિગત સાચી હતી.
મહુવા પોલીસના PI ડી.ડી. ઝાલા તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા
સરપંચે તુરત મહુવા પોલીસનો સંપર્ક કરીને જાણ કરતા મહુવા પોલીસના PI ડી.ડી. ઝાલા તુરંત જ દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. જેની જાણ SPને થતા ભાવનગરથી વધુ તપાસ માટે LCBના PI આડેદરા પણ મહુવા પહોંચી ભાદરા તપાસમાં પહોંચી ગયા હતા. જો કે, ગઇકાલે સાંજ સુધી કોઈ સુરાગ મળ્યો ન હતો.
આ પણ વાંચો : પરિણીતા પર સાસુએ કર્યો એસિડ એટેક, પતિ સહિત સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
ગામનું કોઈ માણસ નામ જણાવવા તૈયાર નથી
પોલીસ આવતા હાહાકાર મચી જતા ઘટના વચ્ચે ભાદરા ગામના રહીશોને પોલીસ દ્વારા પૂછતા બીકના માર્યા કોઈ સાચું જણાવતા નથી અને પોલીસ તપાસમાં સહયોગ આપતા નથી. પોલીસ દ્વારા નામ ન આપવાની શરત કરતા હોવા છતાં ગામનું કોઈ માણસ નામ જણાવવા તૈયાર નથી. આ બનાવ જ્યાં જ્યાં ખુટિયાઓ અલગ-અલગ જગ્યાએ બેઠા હોય ત્યાં અલગ-અલગ જગ્યાએ જઇને આ પ્રકારનું કૃત્ય કર્યું છે. અને ખુટિયાઓને નિશાન બનાવ્યા છે.
આ પણ વાંચો : જૌનપુરમાં શૌચ માટે ગયેલી મહિલા પર એસિડ હુમલો
ભાવનગર LCB અને મહુવા પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી
આ નરાધમોએ ખુટિયાઓને જ કેમ નિશાન બનાવ્યાં ? કેમ કે, ખુટિયાઓ ખેતરમાં કદાચ નુકશાનકારક હોઈ શકે. જેથી તે બાબતને લઈને કોઈએ આ પ્રકારનું કૃત્ય કર્યું હોય. આ ગંભીર બાબતને લઈને ભાદરાના સરપંચની ફરિયાદ લઈને ભાવનગર LCB અને મહુવા પોલીસે અલગ-અલગ દિશામાં તપાસ આદરી છે.
પોલીસે પશુ ચિકિત્સકનો સંપર્ક કરીને તેને બાંધીને તેની સારવાર શરૂ કરાવી
ભાદરા ગામની આજુબાજુમાં ઘણા બધા ડી હાઈડ્રેશન યુનિટો આવેલા છે અને તેમને ખુટિયાઓ ની રંજાડ હોયને કર્યું છે કે, કોઈ ખેડૂતોએ આવું કૃત્ય કર્યું છે. તે બાબતને લઈને મહુવાના PI ઝાલા સાહેબ અને LCB PI આદેડરા સાહેબ અને મહુવા અને LCBનો સ્ટાફ તપાસમાં જોડાઈ ગયો છે. પોલીસે પશુ ચિકિત્સકનો સંપર્ક કરીને તેને બાંધીને તેની સારવાર શરૂ કરાવીને રાખ્યા છે. નાના એવા ગામના કૃત્ય થતા હાહાકાર મચી જવા પામ્યો છે.