ETV Bharat / state

તળાજાનાં ટીમાણા ગામે ખેતમજૂરી કરતા યુવાનનું કરંટ લાગતા મોત - gujarat news

ભાવનગરનાં તળાજા ગામે રહેતા અને ખેતીકામ કરતા એક યુવાને આકસ્મિક રીતે ખેતરમાં લગાવવામાં આવેલી ફેન્સિંગનાં સંપર્કમાં આવતા કરંટ લાગવાથી મોત નિપજ્યું છે. તળાજા પોલીસે આ અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તળાજાનાં ટીમાણા ગામે ખેત મજૂરી કરતા યુવાનનું કરંટ લાગતા મોત

author img

By

Published : Jan 29, 2021, 8:16 PM IST

  • તળાજા તાલુકાના ટીમાણા ગામે ખેત મજૂરી કરતા યુવાન ને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત
  • પશુઓ ખેતરમાં ન આવે તે માટે લગાવેલ ઇલેક્ટ્રિક શોર્ટ થી માણસનો જીવ ભરખાઈ ગયો
  • પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભાવનગર: તળાજા તાલુકાના ટીમાણા ગામે રહેતા અને ખેત મજૂરીનું કામ કરતા વિકેશભાઈ દમજીભાઈ ભીલ નામના યુવાન કે જે ખેતરમાં પાણી વાળી રહ્યા હતા ત્યારે એમનો પગ લપસી ગયો હતો. જે ફેન્સિંગમાં લગાવેલી તારને અડી જતા તેમનું મોત નિપજ્યું હતું.

પશુઓ માટે લગાવેલી ફેન્સિંગ માણસ માટે ઘાતક નિવડી

ખેડૂતો ખેતરોમાં પોતાનાં માલ અને ઢોરની સુરક્ષા માટે ખેતરમાં ફેન્સિંગ લગાવે છે. જે ખરેખર ગેરકાયદેસર છે. આવા સંજોગોમાં ખેતરોમાં કરંટ લગાવવાથી માણસનું મોત નિપજ્યું છે. ત્યારે મરણ જનાર વિકેશભાઈનાં કુટુંબ ઉપર આભ તૂટી પડ્યું છે અને એક નવયુવાને ખેતરમાં લગાવેલ તારથી જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે તળાજા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.