- ગુજરાતમાં ડી સેલીનેશન પ્લાન્ટ પ્રોજેકટમાં ઘોઘાનો સમાવેશ
- આગામી દિવસોમાં કરોડોના ખર્ચે 70 MLD પ્લાન્ટ સ્થાપાશે
- ઘોઘામાં દરિયાના પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ વિકસાવવામાં આવશે
ભાવનગર : CSMCRI દરિયાના ખારા પાણીને મીઠું કરી આપે છે. CSMCRI એ વિકસાવેલા સાધન બાદ પ્રથમ ચેન્નઈમાં આવેલા સુનામી બાદ ત્યાં સ્થાપના કરી હતી. જોકે, હાલ વડાપ્રધાને ડી સેલીનેશન પ્લાન્ટના કરેલા ઉદ્દઘાટનમાં ભાવનગરના ઘોઘાનો પણ સમાવેશ કર્યો છે. તેથી આગામી દિવસોમાં ઘોઘામાં દરિયાના પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ વિકસાવવામાં આવશે.
ગુજરાતમાં સ્થપાનાર પ્લાન્ટમાં ઘોઘા પણ સામેલ
ભાવનગરનું ઘોઘા બંદર અને ઘોઘા ગામ વર્ષોથી દરિયા કિનારે છે અને ભાવનગરના દરિયા કિનારાના ગામો માટે પીવાના પાણીની સમસ્યા હલ કરવા દેશના વડાપ્રધાને પ્રથમ કચ્છ માંડવી ખાતે 100 MLD પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તે પૈકી ઘોઘાનો પણ તે સમયે સમાવેશ કરવામાં આવ્યો હતો. જેથી ઘોઘા પ્લાન્ટ માટે ગતિવિધિઓ તંત્ર અને સરકારે શરૂ કરી દીધી છે.
ઘોઘામાં પ્લાન્ટ માટે શું થઈ કાર્યવાહી હાલ સુધીમાં
ભાવનગરના ઘોઘામાં 70 MLD પાણીનો પ્લાન્ટ નાખવા માટે સરકારે તજવીજ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આશરે 550 કરોડ મંજુર થયા છે અને તેના 50 ટકા ફાળવાઈ ગયા છે. જમીનની સેમ્પલ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે શ્રી ગણેશ કરીને પ્લાન્ટ માટે આગામી દિવસોમાં કામ શરૂ થઈ શકે છે.
ઘોઘા માટે પ્લાન્ટ કેટલો જરૂરી
ઘોઘા ગામ વર્ષોથી તળાવ પર અને બાદમાં નર્મદાના પાણી પર નભી રહ્યું છે. ગામની વસ્તી પ્રમાણે પાણીની તંગી ઉભી થવાના પ્રશ્નો પણ સામે આવેલા છે. ત્યારે તંત્ર દ્વારા પાણી સમસ્યા માટે નર્મદાના નિગમની પાણીની લાઇનના આધારે પાણી પૂરું પાડે છે. હવે આગામી દિવસોમાં પ્લાન્ટ આવવાથી લોકોની સમસ્યા હલ થશે.