ETV Bharat / state

ભાવનગર સર ટી હોસ્પિટલમાં ત્રીજા માળેથી પોઝિટિવ દર્દીએ કરી આત્મહત્યા

ભાવનગર સર ટી હોસ્પિટલમાં મોડી રાત્રે બનેલા આત્મહત્યાના બનાવથી હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બન્યો છે. આનંદનગરના રહેવાસી 45 વર્ષીય અરવિંદ કણોતરાએ બારીમાંથી ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી છે. બનાવની પુષ્ટિ તંત્રએ કરી છે. બનાવ પાછળનું કારણ અકબંધ રહ્યું છે.

ભાવનગર સર ટી હોસ્પિટલ
ભાવનગર સર ટી હોસ્પિટલ
author img

By

Published : May 4, 2021, 2:14 PM IST

  • સર ટી હોસ્પિટલમાં ત્રીજા માળેથી પોઝિટિવ દર્દીએ કરી આત્મહત્યા
  • તબિયત વધુ ખરાબ થતા નવા બિલ્ડીંગના ત્રીજા માળે ખસેડયા હતા
  • અરવિંદ વાલજી કણોતરાએ કરી આત્મહત્યા

ભાવનગર : શહેરના પ્રભુદાસ તળાવ આણંદનગર વિહાર અખાડા પાસે રહેતા અરવિંદ વાલજી કણોતરા ઉંમર વર્ષ 45 નામના યુવાનની તબિયત થોડા દિવસથી નાદુરસ્ત હોવાથી તેમને કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ પોઝિટિવ આવતા સારવાર લઇ રહ્યા હતા. એક દિવસ પહેલા દર્દીની તબિયત વધુ ખરાબ થતા ભાવનગર સર ટી હોસ્પિટલના નવા બિલ્ડીંગના ત્રીજા માળે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈકાલે મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ કોઈ કારણોસર ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી હતી. મૃતક યુવાનને પરિવારમાં બે-દીકરી છે અને હાલ મૃતકને હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવેલો છે.

પોઝિટિવ દર્દીએ કરી આત્મહત્યા
પોઝિટિવ દર્દીએ કરી આત્મહત્યા
આ પણ વાંચો : રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીએ સ્વસ્થ ન થવાંના ભયથી કરી આત્મહત્યાબપોર સુધી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ બનાવથી અજાણભાવનગર સર ટી હોસ્પિટલમાં ત્રીજા માળે સારવાર લઈ રહેલા અરવિંદ બારી પાસે આવીને ઊભા રહ્યા હતા. ત્યારે બારી પાસે ખાટલામાં રહેલા વૃદ્ધ દર્દીએ પૂછ્યું પણ શું કરો છો ? ત્યારે મૃતક અરવિંદએ તે સમયે હવા ખાવા આવ્યો છું. તેવું કહ્યું પરંતુ થોડા ક્ષણમાં તેને નીચે ઝંપલાવ્યું હતું. બનાવને લઈને બપોર સુધી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અજાણ હતા. એડમિનિસ્ટ્રેટીવએ બનાવને લઈને બનાવની પુષ્ટિ કરી હતી. જો કે, બનાવ પછી હોસ્પિટલમાં સારવારમાં આવતા દર્દીઓમાં ચર્ચાનું જોર ચાલ્યું છે. હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દીઓ રજા લઈને ઘરે જવાનો આગ્રહ વધારે રાખતા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : બેંગાલુરૂમાં કોરોના પોઝિટિવ દર્દીએ કરી આત્મહત્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.