મહુવા: શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂત વેદનાના નામથી કુબેર બાગ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં સરકાર વિરુદ્ધ દેખાવો અને સુત્રોચાર કરવામાં આવ્યા હતા. આથી શહેર પોલીસ હરકતમાં આવી હતી.
પોલીસે કુબેર બાગથી કોંગ્રેસના 100 જેટલા કાર્યકરોની ધરપકડ કરી હતી. કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને કિસાન વિરોધી બિલ નાબુદ કરવાની માગ કરી રહ્યા હતા. મહુવામાં રાબેતા મુજબ બજારો ખુલી હતી અને અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.