- મહાનગરપાલિકાએ ઉભા કરેલા સેન્ટરોમાં વેક્સિનેશન પ્રક્રિયા ચાલુ
- 18 ઉપરના લોકો માટે વેક્સિનેશન પ્રક્રિયા તેજ બનાવવામાં આવી
- રાજ્યના નિર્ણય બાદ રજીસ્ટ્રેશનની જરૂી નહિ
ભાવનગર : શહેરમાં વેક્સિનેશન માટે મહાનગરપાલિકાએ ઉભા કરેલા સેન્ટરોમાં વેક્સિનેશન પ્રક્રિયા ચાલુ છે. આમ, જોવા જઈએ તો ભાવનગરમાં 70 ટકાને વેક્સિન અપાઈ ગઈ હોવાનું અધિકારી જણાવી રહ્યા છે. જ્યારે 18 ઉપરના લોકો માટે વેક્સિનેશન પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે.
ભાવનગરની 70 ટકા વસ્તીને વેક્સિન અપાઈ આ પણ વાંચો : તૌકતે વાવાઝોડા બાદ મહેસાણામાં વેક્સિનેશન પુનઃ શરૂ કરાયુંભાવનગરની 70 ટકા વસ્તીને વેક્સિન અપાઈ રોજના 4,000 માત્ર 18 વર્ષ ઉપરનાને વેક્સિન અપાય છેભાવનગર શહેરમાં વસ્તી નોંધણી પ્રમાણે જોવા જઈએ તો 6થી 7 લાખની વસ્તી છે. તેની સામે વેક્સિનેશન પુર જોશમાં ચાલી રહ્યું છે. રોજના 4,000 માત્ર 18 વર્ષ ઉપરનાને વેક્સિન અત્યારે આપવામાં આવી રહી છે અને હવે તો રાજ્યના નિર્ણય બાદ રજીસ્ટ્રેશનની જરૂરિયાત રહેવાની નથી.
ભાવનગરની 70 ટકા વસ્તીને વેક્સિન અપાઈ ભાવનગરમાં 20 સેન્ટરો પર વેક્સિનેશન કરવામાં આવે
ભાવનગરમાં 20 સેન્ટરો પર વેક્સિનેશન કરવામાં આવે છે. 13 જેટલા આરોગ્ય કેન્દ્ર સહિત યુવાનો એટલે 18 ઉપરના માટે 20 કેન્દ્રો કાર્યરત છે. જ્યાં એક કેન્દ્રમાં રોજના 18 વર્ષ ઉપરના 200 લોકોને વેક્સિન આપવામાં આવે છે. જ્યારે 45 વર્ષ ઉપરના પણ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
ભાવનગરની 70 ટકા વસ્તીને વેક્સિન અપાઈ આ પણ વાંચો : કચ્છમાં 3 દિવસના વિરામ બાદ વેક્સિનેશન પુનઃ શરૂ, પૂરતો જથ્થો ઉપલબ્ધભાવનગરની 70 ટકા વસ્તીને વેક્સિન અપાઈ 30 ટકા લોકો આગળ આવે તો ભાવનગર સંપૂર્ણ વેક્સિનેટ થઈ શકે45 વર્ષ ઉપરના પણ આશરે 1,300 લોકો હોવાથી ભાવનગરમાં ઘણા સમયથી ચાલતા વેક્સિન કાર્યક્રમ અંતર્ગત રજિસ્ટ્રેશન થતું આવ્યું છે. અત્યાર સુધીમાં હેલ્થ વર્કરમાં 18,246, ફ્રન્ટ લાઇન વર્કર 33,992 જ્યારે 45 વર્ષ ઉપર 1,30,930 અને 18 વર્ષ ઉપર 20,600ને વેક્સિન આપવામાં આવી છે. એટલે ભાવનગર શહેરમાં 24 મે સુધીમાં 2,03,768 લોકો વેક્સિન લઇ ચુક્યા છે અને આરોગ્ય વિભાગ વિનંતી પણ કરી રહ્યું છે કે, 18 વર્ષ ઉપરના 70 ટકા લોકોએ વેક્સિન લીધી છે. તો 30 ટકા લોકો આગળ આવે તો ભાવનગર સંપૂર્ણ વેક્સિનેટ થઈ શકે છે.
ભાવનગરની 70 ટકા વસ્તીને વેક્સિન અપાઈ