ETV Bharat / state

ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં 50 ટકા બેડ ખાલી - સર ટી હોસ્પિટલ

ભાવનગર શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સર ટી હોસ્પિટલમાં 250 બેડની વ્યવસ્થા છે તેમ માત્ર 124 દર્દીઓ છે તો 126 જેટલા બેડ ખાલી છે. આ સાથે શહેરમાં ખાનગી 11 હોસ્પિટલને મંજૂરી આપી છે, જેમાં 196 બેડની વ્યવસ્થા છે. આમ જોઈએ તો ભાવનગરમાં કોરોના દર્દીનો વધતો આંકડો ચિતા જરૂર કરાવે છે પણ 50 ટકા બેડ ખાલી હોવાથી તંત્રમાં હાશકારો છે.

ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં 50 ટકા બેડ ખાલી

author img

By

Published : Apr 3, 2021, 11:52 AM IST

  • ભાવનગર શહેરમાં કોરોનાના કેસ વધતા 11 હોસ્પિટલમાં કોરોના બેડ માટે મંજૂરી
  • ભાવનગરની સર ટી હોસ્પિટલમાં કુલ 250 બેડ છે, જેમાંથી 126 બેડ ખાલી છે
  • શહેરમાં 43 કેસ અને જિલ્લાના 17 કેસ મળીને 60 પર પહોંચી ગયા છે

આ પણ વાંચોઃ દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય, રજાના દિવસે પણ કોરોના રસીકરણ કરાશે

ભાવનગરઃ શહેરમાં કોરોનાનો આંકડો વધી રહ્યો છે. શુક્રવારે શહેરના દર્દી 43 અને જિલ્લાના 17 મળી કુલ આંકડો 60 પર પહોંચી જતા બેડની ચિંતા હોસ્પિટલમાં ઉભી થાય તે સ્વાભાવિક છે. આ સમયે ભાવનગર સર ટી હોસ્પિટલમાં હજી 60 ટકા બેડ ખાલી છે અને ખાનગી હોસ્પિટલોમાં પણ મંજૂરીઓ આપવામાં આવી છે.

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં કુલ 250 બેડ છે, જેમાંથી 126 બેડ ખાલી છે

ભાવનગર શહેરમાં બેડની ચર્ચા વચ્ચે આંકડો વધ્યો

શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ 2 એપ્રિલે નોંધાયા છે. શહેરમાં 43 કેસ અને જિલ્લાના 17 કેસ મળીને 60 પર પહોંચી ગયા છે. માર્ચ મહિનામાં જે રિકવરી રેટ હતો તે હાલ જોવા મળતો નથી એટલે બેડની અછત ઊભી થવાની શક્યતા વધી જાય છે પણ પરિસ્થિતિ તેવી નહીં હોવાનું તંત્રએ જણાવ્યું છે.

આ પણ વાંચોઃ અરવલ્લીમાં કોવિડ વેક્સિન આપવાની પ્રક્રિયા શરૂ
ભાવનગરમાં કોરોના માટે બેડની વ્યવસ્થા શું કરાઈ અને શું સ્થિતિ?

સર ટી હોસ્પિટલમાં બવા બિલ્ડીંગ એક જ સંકુલમાં રાખવામાં આવ્યા છે. સિક્યોરિટી ગાર્ડ વચ્ચે પતરા મારીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આપણે 250 બેડની વ્યવસ્થા છે તેમાં પોઝિટિવ દર્દીઓ 84 છે અને શંકાસ્પદ 40 જેટલા એટલે કુલ 124 દર્દીઓ માટે બે બિલ્ડીંગ છે, જેમાં સંપૂર્ણ વ્યવસ્થા છે. બેડ આશરે 60 ટકા ખાલી છે એટલે ચિંતા જેવી કોઈ બાબત નથી.

ભાવનગર શહેરમાં કોરોનાના કેસ વધતા 11 હોસ્પિટલમાં કોરોના બેડ માટે મંજૂરી

ખાનગી હોસ્પિટલોમાં કેવી વ્યવસ્થા અને મંજૂરી?

ભાવનગર મહાનગરપાલિકાએ સર ટી હોસ્પિટલ સાથે ખાનગી 11 જેટલી હોસ્પિટલોને કોરોનાના બેડ રાખવા માટે મંજૂરી આપી છે, જેમાં 11 હોસ્પિટલમાં જોઈએ તો બીમ્સ, બજરંગદાસ, પુનિત નર્સિંગ, સદવિચાર હોસ્પિટલ, લાખાણી, સૂચક મેડિકલ સેન્ટર, સમર્પણ, પલ્સ, અહેમદ નૂર, સિટી કોવિડ કેર અને નવજીવન હોસ્પિટલને મંજૂરી અપાઈ છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ 196 બેડ છે એટલે શહેરમાં સર ટી હોસ્પિટલ સાથે ખાનગી હોસ્પિટલોની સેવાથી 500 આસપાસ બેડ છે, જેમાંથી 200ની આસપાસ બેડ ખાલી છે એટલે ચિંતા જેવું નથી પણ વધતા કેસ તંત્રને જરૂર મૂંઝવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.