ETV Bharat / state

ભાવનગર શહેર સહિત તાલુકામાં લાંબા સમય બાદ 42 mm વરસાદ નોંધાયો - 42 mm rainfall

ભાવનગર જિલ્લામાં 595 mm વરસાદથી કુલ 41 ટકા વરસાદ વરસી ગયો છે. ભાવનગર શહેર અને તાલુકામાં આજે બુધવારે બપોર બાદ સારો એવો 42 mm વરસાદ વરસ્યો હતો. ગરમી અને બફારાને ભાવનગરવાસીઓ જૂનના પ્રારંભ બાદ સહન કરી રહ્યા હતાં. આજના સારા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જિલ્લાનો આમ જોઈએ તો 50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે અને હવે ખેતી માટે પણ ઓગસ્ટ માસમાં 50 ટકા વરસાદ વરસે તો ખેતી માટે સારા સમાચાર જરૂર રહેશે.

શહેર તાલુકામાં લાંબા સમય બાદ 42 mm વરસાદ

author img

By

Published : Jul 22, 2020, 7:56 PM IST

ભાવનગર: શહેરમાં અઠવાડિયાથી વરસાદી વાતાવરણ રહેવા પામ્યું છે. શહેર જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ રહેવાની સાથે વરસાદી ઝાપટાઓ પણ વરસ્યા હતા. જો કે આજે બુધવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શ્રાવણ માસ પહેલા શ્રાવણી સરવડા જેવા માહોલ વચ્ચે સાંજના સમયે પોણા બે ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો. સમગ્ર શહેરમાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં તો જિલ્લાના માત્ર ભાવનગર તાલુકામાં વરસાદ સારો એવો નોંધાયો હતો, પરંતુ અઠવાડિયાથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ સંતાકૂકડી રમી રહ્યો હતો. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાઓ વરસતા હતાં પણ પોણા બે ઇંચ જેવા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

શહેર તાલુકામાં લાંબા સમય બાદ 42 mm વરસાદ
ભાવનગર જિલ્લામાં કુલ ચોમાસાના 595mm વરસાદની જરૂર હોય છે, પરંતુ ભાવનગરમાં 244 mm વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે હવે 50થી 60 ટકા આસપાસ વરસાદની જરૂર છે. જો કે શહેરવાસીઓ પણ વરસાદની રાહમાં હતાં. સારો એવો વરસાદ વરસતા બફારો અને ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. જો કે, સૌથી ઓછો વરસાદ જિલ્લાના તળાજા અને સિહોર તાલુકામાં છે. જ્યારે અન્ય તાલુકામાં એવરેજ 200 mm ઉપર વરસાદ રહ્યો છે. ભાવનગર શહેરમાં અઠવાડિયાથી તડકા વચ્ચે સરવડા વરસાદના આવી રહ્યા હતાં. કુલ વરસાદના આંકડા જોઈએ તો આશરે 315 mm વરસાદ હજુ સિઝનનો બાકી રહ્યો છે. જૂલાઈ માસ ચાલતો હોય અને આગામી ઓગસ્ટ માસના અંત સુધીમાં સારો એવો વરસાદ નોંધાય તો જિલ્લામાં જગતના તાતની ખેતીની જરૂરિયાત પૂર્ણ થઈ જાય તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.