- ડુંગળીનો ભાવ 650 સુધી પહોંચ્યો
- રેલવેની રેક ન લાગતા કિંમતો સ્થિર રહેવાની શક્યતા સેવાઈ
- શીંગ અને કપાસ પર પણ મળ્યો પૂરતો ભાવ
ડુંગળીનાં ભાવ રહેશે સ્થિર
લાલ ડુંગળી 250થી 550 અને સફેદ ડુંગળી 200થી 400 સુધી વેચાતા ખેડૂતો ડુંગળી લઈ યાર્ડમાં ઉમટી પડ્યા હતા. અંતે ડુંગળીનો ભાવ 650 સુધી પહોંચતા ખેડૂતોને કિંમત ઘટવાની દહેશત હોવાથી ડુંગળીની આવક વધી જવા પામી હતી. જોકે, હજી સુધી રેલવેની રેક નહીં લાગતા નિકાસ ન થઈ શકી હોવાથી ડુંગળીનાં ભાવો સ્થિર રહેવાની શક્યતા સેવાઈ રહી છે.
શિંગ અને કપાસની કિંમતથી ખેડૂતો આનંદિત
આ વર્ષે અતિ વરસાદને કારણે ચોમાસુ પાક અતિવૃષ્ટિમાં નાશ પામ્યા છે અને શિયાળુ પાકમાં આ વર્ષે પણ ડુંગળીનાં ભાવો ઉંચા રહ્યા હતાં. આ શીયાળુ પાકમાં 70 ટકા વાવવેતર ડુંગળીનું કરવામાં આવ્યું હતું માટે ભાવ ઘટવાની ખેડુને આશાઓ હતી. ખેડૂતો ડુંગળી લઈને યાર્ડમાં આવવા લાગ્યા છે ત્યારે આજે યાર્ડનાં સેક્રેટરી દ્વારા યાર્ડમાં 24 કલાક ડુંગળી લાવી શકશે નહીં તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ વર્ષે ડુંગળી સિવાય કપાસનાં ભાવ પણ સારા રહ્યાં છે. ઉપરાંત સરકાર તરફથી પણ શીંગ અને કપાસની ખરીદી કરવામાં આવતા ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો છે.