ETV Bharat / state

2022 બાય બાય કહીને 2023માં ગોહિલવાડને આપશે કેટલીક ભેટ - Development Project in Bhavnagar

ભાવનગર શહેરમાં 2022ને બાય બાય કેહવાના (Bhavnagar development operation) દિવસો છે, પરંતુ 2023માં શુ નવું આપીને જશે. તે ETV Bharat આપને જણાવશે છે કે, 2023માં ભાવનગરમાં ક્યા પ્રોજેક્ટ પૂર્ણ થઇ શકે છે. (2023 projects in Bhavnagar)

2022 બાય બાય કહીને 2023માં ગોહિલવાડને આપશે કેટલીક ભેટ

author img

By

Published : Dec 30, 2022, 6:59 PM IST

Updated : Dec 30, 2022, 10:07 PM IST

ભાવનગર : વર્ષ 2022 જઈ રહ્યું છે. પરંતુ 2023 માટે કેટલીક નવી (Bhavnagar development operation) ચીજો આપવા જઈ રહ્યું છે. ભાવનગરને 2023માં કેટલાક નવા પ્રોજેક્ટ મળવાના છે. આ પ્રોજેક્ટ 2022ની દેન કહી શકાશે. જોઈએ કયા મહત્વના પાંચ પ્રોજેક્ટ જે ભાવનગરને 2023માં મળી શકે છે. (2023 projects in Bhavnagar)

પ્રાણ પ્રશ્ન સમાન ફલાય ઓવર મળશે ભાવનગર શહેરના રાજકોટ રોડ ઉપર દેસાઈનગરથી લઈને શાસ્ત્રીનગર સુધી ફ્લાયઓવર બની રહ્યો છે. 2022માં કામગીરીનો પ્રારંભ થયા બાદ 2023માં તે ભાવનગરવાસીઓને એક નવા પ્રોજેક્ટ તરીકે પ્રાપ્ત થશે. 115 કરોડના ખર્ચે બનનારા ફ્લાયઓવરની વેગવંતી કામગીરી ચાલી રહી છે. (Development Project in Bhavnagar)

દ્વારકા સોમનાથ હાઇવે ભાવનગર શહેરને દરિયાઈ પટ્ટી ઉપર એક પણ ફોરલેન ઉપલબ્ધ ન હતો. ત્યારે 2023માં છેલ્લા ઘણા સમયથી ચાલતું ભાવનગર દ્વારકા હાઇવે પૂર્ણ થવાની અણી પર છે. કેન્દ્ર સરકાર દ્વારા ફોર ટ્રેક રોડ માટે આશરે 5000 કરોડ કરતાં વધુને લાગતથી બની ગયો છે. થોડા ઘણા કામને કારણે આ રોડ બાકી છે જે 2023માં સંપૂર્ણ પૂર્ણ થશે અને ભાવનગરને આ પ્રોજેક્ટનો સંપૂર્ણ લાભ મળશે. (Project in Bhavnagar)

અકવાડા લેક ફેજ 2 પૂર્ણ થશે ભાવનગર શહેરના પૂર્વ વિધાનસભા બેઠકમાં આવેલું અકવાડા ગામ અને તેનો એકવાડા લેક ભાવનગરવાસીઓ માટે ફરવાનું સ્થળ છે. ત્યારે મહાનગરપાલિકાએ અકવાડા ફેઝ ટુ માટે 49 કરોડ મંજુર કર્યા છે. તેની કામગીરીનો પ્રારંભ કર્યો છે જે 2023માં પૂર્ણ થશે. જેથી ભાવનગરવાસીઓને પરિવાર સાથે હરવા ફરવાનું વધુ એક સ્થળ ઉપલબ્ધ થશે. (Development in Bhavnagar 2022)

આ પણ વાંચો કોરોનાની સ્થિતિ સામે ભાવનગરમાં મેડિકલ,કેમિસ્ટ અને આયુર્વેદ એસોસિયેશન સજ્જ

કંસારા પ્રોજેકટ થશે પૂર્ણ ભાવનગર શહેરમાંથી નીકળતી કંસારા નદીનો પ્રશ્ન શુદ્ધિકરણનો વર્ષોથી ચર્ચામાં હતો. હવે કંસારા શુદ્ધિકરણ પ્રોજેક્ટ પૂરપાટ ઝડપે વેગવંતો બન્યો છે. આ કંસારા પ્રોજેક્ટમાં 16 કરોડના ખર્ચે તૈયાર થવા જઈ રહ્યો છે. કંસારામાંથી અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન કાઢીને ઉપર શુદ્ધ પાણીનો એક રિવરફ્રન્ટ બનાવી શકાય અને હરવા ફરવાનું સ્થળ ઊભું થાય તેવો પ્રયાસ વેગવંતો છે. આથી 2023માં કંસારા રિવરફ્રન્ટ પણ ભાવનગરને પ્રાપ્ત થઈ શકે છે.

આ પણ વાંચો મહાનગરપાલિકાના કમિશનરે સરપ્રાઈઝ પોતાના જ વિભાગમાં ચેકિંગ કર્યું

ભાવનગરને લગ્ન પ્રસંગે મળશે બે પાર્ટી પ્લોટ ભાવનગર મહાનગરપાલિકા ભાવનગરવાસીઓની ખુશીના દિવસોની ચિંતા કરીને બે પાર્ટી પ્લોટ બનાવવાની વિચારણા કરીને રકમ ફાળવી દીધી છે. ભાવનગર શહેરના પૂર્વમાં રીંગરોડ ઉપર અને ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં ફુલસર ગામની આસપાસ એક પાર્ટી પ્લોટ બનશે. આમ કુલ બે પાર્ટી પ્લોટ આશરે છ થી સાત કરોડના ખર્ચે ભાવનગરવાસીઓને 2023માં ઉપલબ્ધ થશે.

Last Updated : Dec 30, 2022, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.