- કર્ણાટકનાં બે મિત્રો બે દિવસમાં 1300 કિ.મીથી વધુ અંતર કાપ્યું
- ભાવનગરમનાં વાલકેટ ગેટ પાસે આરામ કરવા રોકાયા હતા આ બન્ને મિત્રો
- ગુજરાતનાં લોકો સેવાભાવી હોવાનું અને ગુજરાતનાં ભોજન અને હોટલોનાં વખાણ કર્યા
ભાવનગર: ગુજરાત વિવિધ ક્ષેત્રોમાં વૈવિધ્યતા ધરાવતું હોવાથી ભારતનાં અન્ય રાજ્યો કરતા વધુ પ્રસિદ્ધ અને પ્રચલિત છે. અગાઉ ગુજરાતની મુલાકાત લેનારા રાઈડર્સનાં સોશિયલ મીડિયામાં દ્રશ્યો જોઈને કર્ણાટકનાં બે મિત્રો પોતાની બાઇક પર ગુજરાત પ્રવાસે નિકળ્યા છે. ભાવનગર વાલકેટ ગેટ પાસે તેઓ થોડો આરામ કરવા રોકાયા હતા. તેમને ગુજરાતનાં પ્રવાસે માત્ર ગુજરાતને નિહાળવા માટે નિકળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
નિરંજન અને કાર્તિકના મતે ગુજરાત અને લોકો કેવા?
ગુજરાત ભ્રમણે આવી પહોંચેલા કાર્તિક અને નિરંજન 26 જાન્યુઆરીનાં રોજ કર્ણાટકથી નિકળ્યાં હતાં. ગુજરાતમાં તેઓ 28 તારીખે પહોંચ્યા હતા અને 29મીએ ભાવનગર ખાતે પહોંચ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ફર્યા બાદમાં તેઓ ભાવનગર આવી પહોંચ્યા હતા. ગુજરાતની હોટલો અને લોકો વિશે તેમણે ખૂબ વખાણ કર્યા હતા અને પોતાના રાજ્યમાં ગુજરાત જેવી હોટલો નહીં હોવાનું જણાવ્યું હતું. લોકો એટલી હદ સુધી સેવાભાવી બતાવ્યા હતા કે, કદાચ તેમને પોતાના રાજ્યમાં પણ આ પ્રકારનાં સેવાભાવી લોકો જોયા નહીં હોય. બંને મિત્રો મોંઘીદાટ બાઇક સાથે ભાવનગરથી આગળ નીકળીને નિષ્કલંક મહાદેવ તરફ જવા નિકળ્યા હતા અને બાદમાં તેઓ સોમનાથ અને પોરબંદર એમ સમગ્ર સ્થળો પર ફરીને બાદમાં કર્ણાટક જશે તેમ એમને જણાવ્યું હતું.