ભાવનગરઃ ભાવનગરના તબીબ પરિવારે બેલારૂસમાં અભ્યાસ કરતા દિકરા માટે સરકાર પાસે ભાવી તબીબ અને યુવાન હોવાથી પરત લાવવા માંગ કરી છે. આ તબીબનું કહેવું છે કે, ત્યાં લોકડાઉન નથી અને સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે ગુજરાતના 300 અને ભારતના કુલ આશરે 1000 વિદ્યાર્થીઓ ફસાયા છે, તો સરકારે એરલીફ્ટ કરીને પરત લાવવા જોઈએ.
ગુજરાતના 300 સહિત ભારતના 1000 વિદ્યાર્થી બેલરૂસમાં ફસાયા, ભાવનગરના પરિવારની એરલીફ્ટ કરવા માંગ ભાવનગર સાથે સંપૂર્ણ દેશમાં લોકડાઉન છે, ત્યારે ભાવનગર શહેરમાં વસતા કેટલાક લોકોના દિકરા-દિકરીઓ વિદેશમાં અભ્યાસ કરી રહ્યાં છે, ત્યારે ભાવનગરના એક તબીબ પરિવારનો દિકરો પણ યુરોપના મધ્યના બેલારુસ દેશમાં અભ્યાસ માટે ગયો છે. હવે લોકડાઉન અને કોરોના વચ્ચે ભાવી તબીબ ઈચ્છી રહ્યાં છે કે, સરકાર ધારે તો યુરોપના બેલારુસમાં અભ્યાસ કરતા ગુજરાતના આશરે 300 વિદ્યાર્થીઓ 1000 ભારતીયોના દિકરાઓ અને વિદ્યાર્થીઓ છે, જે ભાવી ડોક્ટર છે. આ બધાને પરત લાવવા પ્રયાસ કરવો જોઈએ. આવી માંગ તબીબ અને અન્ય ગુજરાતી વાલીઓ કરી રહ્યાં છે.
ગુજરાતના 300 સહિત ભારતના 1000 વિદ્યાર્થી બેલરૂસમાં ફસાયા, ભાવનગરના પરિવારની એરલીફ્ટ કરવા માંગ ભાવનગરના ડોક્ટર શરદભાઈ ભટ્ટનો પુત્ર બેલારૂસમાં અભ્યાસ માટે ગયો છે. તબીબનું પોતાના દિકરાને પાછા લાવવા માટેનું કારણ કોરોના છે. આ તબીબીનું કહેવું છે કે, બેલારૂસમાં શરૂઆતમાં 30 કેસ હતા. આજે આંકડો 30 હજારને પાર પહોંચ્યો છે. દિકરાઓને પાછા લાવવાનું કારણ એક માત્ર છે કે, ત્યાની સરકારે લોકડાઉન કર્યું નથી અને સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે ભારતની સરકારે પોતાના ભાવી તબીબોને પરત લાવવા જોઈએ. ભારત એમ્બેસી અને ગુજરાત તેમજ ભારત સરકાર સુધી રજૂઆત કરવામાં આવી છે કે, એરલીફ્ટ કરીને દરેક વિદ્યાર્થીઓને લાવવામાં આવે. આ તમામ ભાવી તબીબ અને યુવાનો છે, આ માટે સરકારે તાત્કાલિક નિર્ણય કરીને એરલીફ્ટ કરવા વિદ્યાર્થીઓ માટે આગળ વધવું જોઈએ.