- છોટુ વસાવાએ ટ્વિટ કરી ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું
- ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતના સમર્થનમાં કર્યું ટ્વિટ
- દિલ્હીમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું
ભરૂચઃ કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શન દિવસેને દિવસે વધુ આક્રમક બની રહ્યું છે. ભારતીય કિસન યુનિયનના પ્રવક્તા અને આગેવાન રાકેશ ટિકૈત ગુરુવારે સાંજે મીડિયા સમક્ષ અશ્રુભરી આંખે તૂટી પડ્યા બાદ આ આંદોલન ને વધુ વેગ મળ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અનેક ગામોના ખડૂતો આંદોલનમાં જોડાયા છે. જેમાં ભરૂચના ટ્રાઇબલ વિસ્તાર ઝઘડિયાના ધરાસભ્ય છોટુ વસાવાએ પણ ટવીટ કરી ખેડૂત આંદોલનને પોતાનો ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. છોટુ વસાવાના પર્સનલ ટ્વીટર એકાઉન્ટ પરથી થયેલા ટ્વિટ અનુસાર ‘ રાકેશને એક ખરોચ આવી તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે’ તેમ આદિવાસી બાહુબલી નેતાએ ખુલ્લી ચેતવણી આપી છે.
ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન શરૂ થવાની હિલચાલ
દિલ્હીમાં ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું છે ત્યારે હવે ગુજરાતમાં પણ આંદોલન શરૂ થવાના ભણકારા વાગી રહ્યા છે. છોટુ વસાવાએ ટ્વીટમાં જણાવ્યું છે કે, ખેડૂત આંદોલન ગમેત્યારે ગુજરાતમાં શરૂ થઇ શકે છે, જે માટે સરકાર અને તંત્ર તૈયાર રહે.