અંકલેશ્વરઃ શુક્રવારે ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાયની 104મી જન્મજયંતિ હોવાથી દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ભાજપના કાર્યાલય ખાતે ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીમાં ઉપસ્થિત તમામ લોકોએ પંડિત દિનદયાળને યાદ કર્યા હતા. ઉજવણી કાર્યક્રમમાં આવેલા તમામ લોકોએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી.
કલેશ્વર શહેરના મેઘના આર્કેડ સ્થિત ધારાસભ્ય કાર્યાલય ખાતે જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પંડિત દિનદયાળ ઉપાધ્યાયની તસ્વીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.