ભરૂચઃ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા દેશમાં કેટલીક છૂટછાટ વચ્ચે લૉકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હિન્દુ સંસ્કૃતિનાં રક્ષક અને પ્રચારક એવા ભૂદેવોએ આ કપરી પરિસ્થિતિમાં ઈશ્વરની આરાધના માટે ટેકનોલોજીનો સહારો લીધો છે. રવિવારે અખાત્રીજનું વણજોયું મુર્હૂત છે. અખાત્રીજનાં દિવસે લક્ષ્મી પૂજા અને ભૂમિ પૂજા સહિત અનેક ધાર્મિક વિધિ કરવામાં આવતી હોય છે. જો કે લૉકડાઉનનાં પગલે તમામ ધાર્મિક કાર્યક્રમો વર્જિત છે, ત્યારે ભરૂચના ભૂ દેવ ગીરીશ શુક્લએ તેમના યજમાનને ઓનલાઈન વિધિ કરાવી હતી.
![Etv Bharat, Gujarati NEws, Bharuch News, Akhatrij News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gjbrc01avonlinepoojaphoto7207966_26042020134009_2604f_1587888609_241.jpg)
ભૂદેવ ગીરીશ શુક્લએ તેમના નિવાસ સ્થાનેથી ઘરે રહેલા યજમાનને વીડિયો કોલ કર્યો હતો અને તેના માધ્યમથી પૂર્ણ વિધિ વિધાન અનુસાર પૂજન અર્ચન કરાવ્યું હતું અને સોશિયલ ડીસ્ટન્સનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધર્મને આડે એનેક વસ્તુઓ આવતી હોય છે, પરંતુ ધર્મને ટકાવી રાખવાનો માર્ગ મળી જ જતો હોય છે.જ્યારે ઓનલાઈન પૂજા વિધિ દ્વારા પણ ઈશ્વરની આરાધના કરવામાં આવી હતી.