ETV Bharat / state

શાબાશ ! ભરૂચના જીતાલી ગામના આદિવાસી પરિવારની દિકરી બની ડે.કલેકટર, જાત મહેનત જિંદાબાદ આને કહેવાય - UPSC

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામના આદિવાસી પરિવારની દીકરી વડોદરાના ડે. કલેક્ટર તરીકે નિમણૂક પામી છે. અભણ માતાપિતાએ વ્યાજે રૂપિયા લઈને દીકરીને ભણાવી છે, ત્યારે આ દીકરી પણ કોઈ ક્લાસ કર્યા વગર ફક્ત જાત મહેનતથી દેશની સૌથી અઘરી પરીક્ષા પાસ કરી આ સફળતાના શિખર પર પહોંચી છે. ગામની સરકારી શાળામાં અભ્યાસ કરીને આજે ડે. કલેક્ટર બનેલી એક આદિવાસી પરિવારની સામાન્ય દીકરીની સંઘર્ષકથા

શાબાશ !
શાબાશ !
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2023, 4:11 PM IST

Updated : Dec 8, 2023, 5:25 PM IST

આદિવાસી પરિવારની દિકરી બની ડે.કલેકટર

ભરૂચ : અંકલેશ્વર પંથકના જીતાલી ગામના અભણ માતા-પિતાની દીકરીએ ઊંચી ઉડાન ભરી છે. ગામની સરકારી શાળામાં ભણેલા ઊર્મિલાબેને ઉચ્ચ શિક્ષણ મેળવીને અથાગ પ્રયાસો થકી માતા-પિતાના સહકારથી GPSC માં 68 મોં રેન્ક મેળવીને ડેપ્યુટી કલેક્ટર બન્યા છે. આદિવાસી પરિવારની આ દિકરીને મામલતદારનો જોઇનિંગ લેટર પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યો, પરંતુ ગામ લોકોએ તેને જાણ ન કરતા નોકરી ગુમાવી પડી હતી. આખરે આ દીકરીએ ઉચ્ચ અધિકારી બનવા માટે તનતોડ મહેનત કરી અને 19 ડિસેમ્બરના રોજ ગરીબ પરિવારની દીકરી વડોદરામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ લેનાર છે.

અભણ માતાપિતાની મહેનત ફળી : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જીતાલી ગામે રહેતા ભરતભાઈ રાઠોડ એક પણ ચોપડી સુધીનો અભ્યાસ કર્યો નથી. ઉપરાંત તેમની પત્નીએ પણ માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. જેમણે પોતે અભ્યાસ ન મેળવ્યો હોય અને તેમની દીકરી જ્યારે ડેપ્યુટી કલેક્ટર બને તેવા માતાપિતાની ખુશીનો અંદાજ ન લગાવી શકાય. બસ આવી જ ખુશી ભરૂચના આ આદિવાસી પરિવારમાં જોવા મળી રહી છે. જીતાલી ગામના ભરતભાઈ રાઠોડની દીકરી ઉર્મિલાબેન રાઠોડ ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.

સરકારી શાળાની વિદ્યાર્થીની બની ડે.કલેકટર : ઊર્મિલાબેન રાઠોડનો જન્મ 12 એપ્રિલ 2000 માં થયો અને 1 થી 7 ધોરણ સુધીનો અભ્યાસ જીતાલી ગામની પ્રાથમિક શાળામાં કર્યો હતો. બાદમાં ધોરણ 8 થી 10 અંકલેશ્વરના જીતાલી ગામમાં અને ધોરણ 11-12 પણ અંકલેશ્વરની જ લાઇન્સ સ્કૂલમાં પૂર્ણ કર્યું હતું. પરંતુ 1 થી 12 ધોરણ સુધીના અભ્યાસમાં ઊર્મિલાબેન રાઠોડે ખાનગી ટ્યુશન કર્યું જ નથી. તદુપરાંત કડકિયા કોલેજમાં પણ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું.

હાર ન માનવી એ જ મંત્ર : એકવાર એવું બન્યું કે, મામલતદાર તરીકે નિમણૂક પત્ર તેણીના જન્મસ્થળ એટલે કે સંતરામપુરના માલણપુર ગામે ગયો હતો. ગામના કોઈ વ્યક્તિએ તે ટપાલને એક્સેપ્ટ કરી પરંતુ ઊર્મિલાબેન રાઠોડ સુધી ન પહોંચતા તેમણે આ નોકરી ગુમાવી હતી. પરંતુ હાર માનવાની જગ્યાએ વધુ મહેનત કરવાની ચાલુ રાખી, જેના પરિણામ સ્વરૂપ હવે ઊર્મિલાબેન વડોદરાના હરણી ખેતીવાડી વિભાગના ડેપ્યુટી કલેક્ટર તરીકે 19 ડિસેમ્બર 2023 ના રોજ ચાર્જ લેનાર છે.

દીકરીએ ભરી ઊંચી ઉડાન : ડેપ્યુટી કલેક્ટર ઊર્મિલાબેન રાઠોડ પોતાના ઘરમાં સામાન્ય બનીને રહે છે. ઘરકાર અને સાડીમાં ભરતકામનું વર્ક કરવામાં માતાનો સહકાર આપે છે. ડેપ્યુટી કલેક્ટર બન્યા બાદ પણ આજે પોતાના પરિવારમાં કોઈ પણ અહમ વિના મદદરુપ થતા જોવા મળે છે. પરંતુ ઊર્મિલાબેન રાઠોડની પ્રગતિ પાછળ સૌથી જરૂરી સિંહ ફાળો માતા-પિતાનો છે અને માતા-પિતા હજુ આ દીકરીને કલેકટર સુધી પહોંચવાના આર્શીવાદ પણ આપી રહ્યા છે.

પ્રેરણાદાયી વ્યક્તિત્વ : ઊર્મિલાબેનની નાની બહેન ભૂમિકા રાઠોડ જણાવે છે કે, મારી બહેન ઊર્મિલા ખૂબ જ મહેનત કરીને ઘણી પરિસ્થિતિઓનો સામનો કરીને ડેપ્યુટી કલેકટરની પોસ્ટ પર પહોંચી છે. ત્યારે અમારા પરિવારમાં અમે ખૂબ જ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. હું પણ મારી બહેનની જેમ ખૂબ જ મહેનત કરીને મારી બહેન જે પોસ્ટ પર પહોંચ્યા છે તે પોસ્ટ પર પહોંચવાની ઈચ્છા ધરાવું છું.

ભરૂચનું ગૌરવ : ઉદાહરણ ઉર્મિલાબેનના ભાભી હેમા રાઠોડે કહ્યું કે, ઉર્મિલાબેન મારા સગા નણંદ થાય છે અને હું એમની ભાભી થાઉં છું. જ્યારે અમારા નણંદ ભણવામાં ખૂબ જ મહેનત કરી હતી અને મહેનત કરીને તેઓ આજે આટલા મોટા હોદ્દા પર પહોંચ્યા છે. ત્યારે અમારા પરિવારમાં ખુશીનું કોઈ ઠેકાણું નથી અને તેઓને જોઈને હું પણ મારા બે બાળકો ખૂબ સારું ભણે અને તેઓની જેમ એક સારી પોસ્ટ ઉપર જાય તેવી આશા રાખી રહી છું.

  1. બસ અને ટ્રક વચ્ચે અંકલેશ્વર પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના, કિલોમીટરો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ
  2. Froud in Mobile Shop Ankleshwar: અંકલેશ્વરમાં દુકાનદારને ઓનલાઈન પેમેન્ટનો ફોટો બતાવી ગઠિયા 48,000નો મોબાઈલ લઈ ગયા

Last Updated : Dec 8, 2023, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.