- અંકલેશ્વરમાં ગઠીયાનો આતંક
- મહિલાની સોનાની ચેઇન ચોરી ભાગવાનો કર્યો પ્રયાસ
- સ્થાનિકોએ પકડી પોલીસને હવાલે કર્યા
ભરૂચઃ જિલ્લાના અંકલેશ્વરના મોતાલી ગામની નવી નગરી ખાતે રહેતી સીતાબેન વસાવા નેશનલ હાઇવે પર મોતાલી પાટિયા નજીક આવેલ સહયોગ હોટલ પાસે ચાનો ગલ્લો ચલાવે છે. જેઓ ગલ્લા પર હતા તે દરમિયાન સામેની સાઇટ પર બે બાઇક પર આવેલ ચાર ઇસમો પૈકી બે ઇસમો ગલ્લા પર વસ્તું લેવા આવ્યા હતા. જેઓને વસ્તું આપવા જતા મહિલાના ગાળામાં રહેલ 45 હજારનો સોનાનો દોરો તોડી બંને ગઠિયા ફરાર થઈ ગયા હતા.
લોકોએ ગઠીયાને ઝડપી પાડ્યા
મહિલાએ બૂમાબૂમ કરતા અન્ય લોકોએ બે ગઠિયાઓને ઝડપી પાડયા હતા. પકડીને તેમની પૂછપરછ કરતા તેઓ અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટીમાં રહેતા મોહિતકુમાર પાલ અને બિટ્ટુકુમાર રાજપૂત હોવાનું જણાવ્યું હતું. લોકોએ આ બંને ગઠિયાઓને શહેર પોલીસને હવાલે કર્યા હતા. જ્યારે પોલીસે ફરાર થઈ ગયેલ અન્ય બે ગઠિયાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.