- અંકલેશ્વરમાં પાણીની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળ્યો
- બાળકનો પરિવાર બે દિવસથી બાળકને શોધતો હતો
- સોસાયટીમાં પાણીની ટાંકીમાંથી મળ્યો બાળકનો મૃતદેહ
- રમત રમતમાં બાળક ટાંકીમાં પડ્યો હોવાનું અનુમાન
અંકલેશ્વરઃ ગતરોજ ગમ થયા બાદ બાળકનો મૃતદેહ નજીકના ઘરની પાણીની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વરના સારંગપુર ગામની એક સોસાયટીમાં પાણીની ટાંકીમાં ડૂબી જતા 3 વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. રમતા રમતા બાળક પાણીની ટાંકીમાં પડી જતા તેનું મોત નીપજ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વરના સારંગપુર ગામમાં લક્ષ્મણ નગર નજીકની સોસાયટીમાં રહેતા અલતાફભાઈનો 3 વર્ષનો પુત્ર સહેબાજ ગત રોજ ગુમ થયો હતો. પરિવારજનોએ બે દિવસ શોધખોળ કર્યા બાદ પણ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બાળકનો મૃતદેહ નજીકના એક ઘરની પાણીની ટાંકીમાંથી મળી આવ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.