ETV Bharat / state

કરજણ કોંગ્રેસના ઉમેદવારને પહોચાડવાના 25 લાખ રૂપિયા ભરૂચથી ઝડપાયા

ગુજરાત વિધાન સભાની પેટા ચૂંટણીમાં મતદારોને લુભાવવા બેનામી નાણાની થતી હેરફેરનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે. મુલદ ટોલટેક્સ પરથી ખાનગી કારમાંથી રોકડા રકમ 25 લાખ સાથે 2 આરોપી પકડી પડાયા છે. આ નાણા કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને આપવાના હોવાની આરોપીએ કબૂલાત કરી છે.

કરજણ કોંગ્રેસના ઉમેદવારને પહોચાડવાના 25 લાખ રૂપિયા ભરૂચથી ઝડપાયા
કરજણ કોંગ્રેસના ઉમેદવારને પહોચાડવાના 25 લાખ રૂપિયા ભરૂચથી ઝડપાયા
author img

By

Published : Oct 28, 2020, 2:36 AM IST

  • કરજણ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવારને સુરતથી પહોચાડાતા પૈસા ઝડપાયા
  • ભરૂચના મુલદ ટોલ પ્લાઝા પર કારમાં 2 આરોપી રોકડા પૈસા તથા 3 મોબાઈલ સાથે ઝડપાયા
  • સુરતના જ્યંતી સરગરીયા નામના બિલ્ડરના રૂપિયા હતા
  • ભરૂચ પોલીસે ચૂંટણી પંચ, આવકવેરા વિભાગ અને વડોદરા કલેકટરને જાણ કરી

ભરૂચઃ કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી ભારે ગરમા ગરમી અને રાજકીય ઉથલ પાથલ સર્જી રહી છે. સોમવારે રોજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પર જુતું ફેકયાના બીજા દિવસે મંગળવારના રોજ કોંગ્રેસના ઉમેદવારને મોકલવાના 25 લાખ કારમાંથી ઝડપાયા હતા. આ પૈસા સુરતના બિલ્ડર પાસેથી લાવવામાં આવ્યા હતા, જેમાં 2 શખ્સો પકડાઈ જતા ભારે હડકપ મચી ગયો છે.

વાહન ચેકીંગમાં નાણા ઝડપાકયા

ભરૂચ DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આપેલ સુચના અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. તથા એલ સી.બી. સ્ટાફ પોલીસ સાંજે મુલદ ટોલ પ્લાઝા પર વાહન ચેકીંગમાં હાજર હતા. ત્યારે એક કાર સુરત તરફથી આવી રહી હતી જેને શંકાસ્પદ જણાતા કાર રોકી, કારમાં બેસેલ બે વ્યકિતઓની પુછપરછ કરી હતી. જે બાદ કારની તપાસ કરતા કારમાંથી રોકડા રૂપીયા 25,00,000 ભરેલ થેલી મળી આવેલી હતી. જે રોકડા રૂપીયા બાબતે શંકા જણાતા બંને વ્યકિતઓની સઘન પુછપરછ કરતા તેમને જણાવ્યું કે આ રોકડા રૂપીયા સુરતના જયંતિભાઇ સોહાગીયા પાસેથી લીધા છે અને કરજણના કોગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને પહોંચાડવાની હોવાનું જણાવ્યું હતું.

કરજણ કોંગ્રેસના ઉમેદવારને પહોચાડવાના 25 લાખ રૂપિયા ભરૂચથી ઝડપાયા

આ નાણા અંગે સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી

મહત્વનું છે કે, નાણા બેનામી હોવાની શંકા જતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી અને આ બાબતે આયકર વિભાગ તથા મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર વડોદરાને જાણ કરવામાં આવી હતી. પૈસા સુરત ખાતેથી આપવામાં આવ્યા હોવાથી આ બાબતે સુરત શહેર પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. આગળની વધુ તપાસ ભરૂચ એસ.ઓ.જી.ને સોંપવામાં આવી છે.

કુલ પકડાયેલો મુદ્દામાલ

કબ્જે કરેલ મુદ્દામાલમાં જુદા-જુદા દરની ચલણી નોટો કુલ રોકડા રૂપીયા 25,00,000 ઝડપાયા છે, જ્યારે બન્ને વ્યક્તિ પાસેથી 3 મોબાઇલ ફોન મળ્યા છે જેની કિંમત 12,000 રૂપિયા છે. જો કે ઉપયોગમાં લેવામાં આવેલી કાર જેની કિંમત રૂપીયા 5,00,000 લાખ રૂપિયા છે. કુલ મુદ્દામાલ 30 લાખ 12 હજારનો ઝડપાયો છે. આ ગુન્હામાં પકડાયેલ ઇસમોમાં પહેલો દિપકસિંહ દશરથસિંહ ચૌહાણ છે, જ્યારે બીજો રવીભાઇ લક્ષ્મણભાઇ મોકરીયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.