ETV Bharat / state

ભરૂચ: લોકડાઉનનો કડક અમલ કરાવવા નવતર અભિગમ

ભરૂચના મનુબર ગ્રામપંચાયતે લોકડાઉનનો કડક અમલ કરાવવા નવતર અભિગમ આપનાવ્યો છે. જેમાં ગામમાં કામ વગર ઘરની બહાર નીકળનારા પાસેથી રૂપિયા 1 હજારનો દંડ વસૂલાય છે. બીજી તરફ જૂની પદ્ધતિથી ઢોલ વગાડી ગ્રામજનોને જાગૃત કરવામાં આવે છે.

ભરૂચ
ભરૂચ
author img

By

Published : Mar 30, 2020, 8:26 PM IST

ભરૂચઃ ભરૂચની મનુબર ગ્રામપંચાયતે લોકડાઉનનો કડક અમલ કરાવવા નવતર અભિગમ દાખવ્યો છે. ગામમાં કામ વગર ઘરની બહાર નીકળનારા પાસે રૂપિયા 1 હજારનો દંડ વસૂલવામાં આવે છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. જેનો કડક અમલ કરાવવા ભરૂચની મનુબર ગ્રામપંચાયત આગળ આવી છે. ગ્રામપંચાયત દ્વારા ગામમાં બોર્ડ લગાવી કોઈને પણ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા આદેશ આપવામાં આવ્યો છે અને આ આદેશનું ઉલ્લંઘન કરનાર પાસે રૂપિયા 1 હજારનો દંડ વસૂલવામાં આવે છે. જમા થયેલી દંડની રકમનો ગામના વિકાસના કાર્યમાં ઉપયોગ કરાશે.

લોકડાઉનનો કડક અમલ કરાવવા નવતર અભિગમ
લોકડાઉનનો કડક અમલ કરાવવા નવતર અભિગમ

બીજી તરફ જૂની પદ્ધતિ અનુસાર, એક ઢોલી ગામની ગલીએ ગલીએ ફરે છે અને ઢોલ વગાડી લોકોને જાગૃત કરવા સાથે નિયમો અંગેની જાણકારી આપે છે. ગામમાં પાદર પર લોકો બેસી રહે છે, ત્યારે ગ્રામ પંચાયત દ્વારા ઠેર ઠેર ઓઈલ લગાવી દેવામાં આવ્યું છે અને લોકોને જાહેરમાં બેસતા અટકાવવામાં આવી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.