ETV Bharat / state

આવતીકાલથી પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોનો પ્રારંભ, જો કે કોરોનાના કાળમાં બજારોમાં મંદીનો માહોલ - Bharuch

આવતીકાલે બુધવારે પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોનો પ્રારંભ થઇ રહ્યો છે. જો કે, કોરોનાકાળમાં બજારોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ફટાકડા બજારમાં પણ સુસ્તી જોવા મળતાં વેપારીઓ ચિંતાતુર બન્યાં છે.

આવતીકાલથી પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોનો પ્રારંભ, જો કે કોરોનાના કાળમાં બજારોમાં મંદીનો માહોલ

author img

By

Published : Nov 10, 2020, 7:51 PM IST

  • આવતીકાલથી પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોનો પ્રારંભ
  • જો કે, કોરોનાકાળમાં બજારોમાં મંદીનો માહોલ
  • ફટાકડા બજારમાં સુસ્તી અને વેપારીઓ ચિંતાતુર

ભરૂચઃ પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે. આવતીકાલે રમા એકાદશીની ઉજવણી કરવામાં આવશે. દિવાળીના તહેવારમાં બજારો ધમધમી ઉઠતા હોય છે. જો કે હાલમાં ચાલી રહેલા કોરોના કાળના કારણે દિવાળીનાં તહેવારમાં પહેલા જેવી તેજી જોવા મળતી નથી. કોરોનાના પગલે અપાયેલ લોક ડાઉનનાં કારણે વેપાર રોજગાર પડી ભાંગ્યા હતાં. ત્યાર બાદ ધીમે-ધીમે બજારો શરૂ થયાં છે પરંતુ લોકોની આર્થિક પરિસ્થિતિ સ્થિર ન હોવાના કારણે ફટાકડા બજાર, રંગોના બજાર અને કપડાં બજારમાં સુસ્તી જોવા મળી રહી છે જેના કારણે વેપારીઓ ચિંતાતુર બન્યાં છે.

ફટાકડા બજારમાં પણ સુસ્તી જોવા મળતાં વેપારીઓ ચિંતાતુર બન્યાં
  • ફટાકડાના ભાવમાં કોઈ વધારો નહીં

    કોરોનાની મહામારી વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવવવામાં આવી રહ્યો છે, ત્યારે વેપારીઓના જણાવ્યા અનુસાર ફટાકડા અને રંગોનાં ભાવમાં ગત વર્ષની સરખામણીએ કોઈ મોટો ફર્ક જોવા મળ્યો નથી. આમ છતાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલથી તહેવારોનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે બજારોમાં તેજી આવે એવી આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
  • હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ઉભું થયું ફટાકડા માર્કેટ

    ભરૂચમાં દિવાળીના તહેવાર સમયે વર્ષોથી શહેરના વિશાળ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડા બજાર ઉભું કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરતાં હોય છે. જો કે, આ વર્ષે કોરોના મહામારીના કારણે હોસ્ટેલ ગ્રાઉન્ડનું ફટાકડા બજાર ખાલીખમ જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.