ભરૂચઃ કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા 21 દિવસનું કન્ટ્રી લોકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી જેની અસર ફૂલ બજાર પર જોવા મળી રહી છે.
ભરૂચ તાલુકાના અંગારેશ્વર સહિતના ગામોમાં ખેડૂતો મોટા પ્રમાણમાં ફૂલની ખેતી કરે છે અને તેનું ગોલ્ડનબ્રીજ નજીક ફૂલ માર્કેટમાં વેચાણ કરે છે જો કે, હાલ લોક ડાઉનની અસરના પગલે ફૂલના ભાવમાં જબરદસ્ત ઘટાડો નોધાયો છે. એક સમયે 100 રૂપિયે કિલો વેચાતા ગુલાબના ફૂલ હાલ 20 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. તો ગલગોટાના ફૂલના ભાવ 60 રૂપિયે કિલો હતા એ ગગડીને 10 રૂપિયે કિલો થઇ ગયા છે. ત્યારે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે.